કપડવંજ શહેરમાં સો વર્ષ ઉપરાંત થી વસતા રાજસ્થાની સરગરા સમાજ શહેર માં વસે છે ગુજરાતને પોતાની કર્મભૂમિ ગણે છે તેજ રીતે સરગરા સમાજ ના કુળદેવતા નું મંદિર સોનાના ખેતલાજી રાજેસ્થન માં આવેલ છે પરંતુ કપડવંજ શહેરમાં વર્ષો થી વસતા રાજસ્થાની મારવાડી ક્ષત્રિય સરગરા સમાજ આગેવાનો દ્વારા કપડવંજ માં ખેતલાજી ભગવાન ની મંદિર બનાવવા માં અવિયું હતું જે પ્રસંગે મદીર ની પ્રાણ પ્રતિષ્ઠા ચૈત્ર સુદ તેરસ ના દિવસે ખેતલાજી ભગવાન ની સ્થાપના ઢોલ થાળી વગાડી તેમજ ગુલાલ ઉડરી વાજતે ગાજતે સરગરા સમાજના કુળદેવતા ના મંદિર ની સ્થાપના કરવા માં આવી હતી અને કહેવત છે કે બાર ગાઉ બોલી બદલાય પણ ભારત દેશમાં ઉત્સવ અને ઉમંગ તો રાજસ્થાની પરંપરા સાથે ઉજવાય ત્યાર મોટી સંખ્યામાં નાના મોટા સહુ સમાજ લોકો ભેગા થયા હતા અને મહાપ્રસાદી તેમજ ભજન સંધ્યા નો લાહવો લીધો હતો સમાજના આગેવાનો દ્વારા મંદિર બનાવીને ખૂબ જ ધન્યતા અનુભવી હતી
Reporter: News Plus