આજે સાંજે વડોદરા લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર માટે મુખ્ય મઁત્રી આવી રહીયા છે ત્યારે સયાજીગંજ વિસ્તાર ને સજાવી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર થી દબાણો હટાવી દેવામાં આવ્યા છે રોડ રસ્તાઓ ની સફાઈ કરી દેવામાં આવી છે. ગેરકાદેસર ઘઘો કરતા તમામ ને કહી દેવામાં આવ્યું છે કે તેઓ માત્ર આજના દિવસે પોતાનો ઘંઘો બંઘ રાખી ને સહકાર આપે.ઝાંસી કી રાણી તરફ જતા તમામ રસ્તા ઓ ક્લીન જોવા મળી રહીયા છે નાગરિકો કહી રહીયા છે કે આવી સફાઈ અને વ્યવસ્થા રોજ થવી જોએ. અને રોજે રોજ મુખ્યમંત્રી વડોદરા આવતા હોય તો વડોદરાની સિકલ જ બદલાઈ જાય આજે મુખ્યમંત્રી આવવાના હોવાથી બુટલેગરો ને પણ શહેરભર મા દારૂનું વેચાણ બંઘ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ બઘું દેખાવ પૂરતું જ છે. અને આજના દિવસ પરંતુ હોવાનું કહેવાય છે. આવતી કાલે દબાણો તેમની જગ્યાએ યથાવત જોવા મળશે, શહેર મા દારૂનું વેચાણ પણ પુર્વવત જોવા મળશે. સતાધિશો મુખ્યમંત્રી આવવાના સમયે જે તમાશો કરે છે તે તમાશો કાયમી રહે તો શહેર ની સુંદરતામા ચાર ચાંદ લાગી જાય પરંતુ મુખ્યમંત્રી ગયા પછી કોણ તું અને કોણ હું જેવો ઘાટ સર્જાશે તો પછી ફરિયાદ કરવા કોને જવુ. આમ હાલ તો થોડા કલાકો માટે બઘું બરાબર છે. પરંતુ મુખ્યમઁત્રી ગયા પછી આજ વિસ્તાર નો ઘાટ કેવો હશે તે જોવા માટે કાલે સવારે આ વિસ્તાર ની લટાર મારો તો ખબર પડશે.
Reporter: News Plus