News Portal...

Breaking News :

વડોદરા વાસીઓ નક્કી કરે કે બહારનું શું ખાવું અને શું ના ખાવું? નમકીન , શાક, કોલ્ડ્રિક્સ બાદ હવે આઇસ્ક્રીમમાંથી વાળ નીકળતા

2024-07-02 16:58:34
વડોદરા વાસીઓ નક્કી કરે કે બહારનું શું ખાવું અને શું ના ખાવું? નમકીન , શાક, કોલ્ડ્રિક્સ બાદ હવે આઇસ્ક્રીમમાંથી વાળ નીકળતા


શહેરવાસીઓ માટે જાણેકે બહારનું ખાવાનું જીવ માટે જોખમ બનતું જઈ રહ્યું હોય તેમ પહેલા સૂપમાં ગરોળી, માઝામાં મકોડા, નમકીન માં ફૂગ આવી ત્યાર બાદ હવે આઈસ્ક્રીમમાંથી વાળ નીકળ્યો. રેસ્કોર્સ ખાતે આવેલ નેચરલ્સ આઈસ્ક્રીમ શોપની ઘટના સામે આવતા હંગામો મચ્યો.


શહેરના રેસ્કોર્સ પાસે આવેલ નેચરલ્સ આઈસ્ક્રીમ શોપમાં એક ગ્રાહકે 180 રૂપિયાની કાલા જામ આઈસ્ક્રીમ ખરીદી હતી. પરંતુ આઈસ્ક્રીમ ખાવા જતા તેમાંથી વાળ નીકળ્યો. આટલા મોંઘા આઈસ્ક્રીમમાંથી પણ વાળ નિકળતા ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા. પૈસા ખર્ચ્યા પછી પણ ગ્રાહકને બજારમાંથી ખાવા લાયક ચીજ - વસ્તુઓ નથી મળતી. ગ્રાહકે આઇસક્રીમમાંથી વાળ નીકળતો હોય એવા વિડિયો વાઇરલ કર્યો છે. આ સાથે જ ગ્રાહકે નેચરલ્સ આઈસ્ક્રીમ શોપના સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરી છે.ઉલ્લેખનીયા છે કે  એક તરફ તો પાલિકાની ખોરાક શાખાના અધિકારીઓ અનેક એકમો પર તવાઈ બોલાવી રહ્યા છે. પરંતુ તેમ છતાંય છેલ્લા ઘણાય સમયથી શહેરના જુદા જુદા ખાવાના સ્થળોએથી જીવાતવાળું ખાવા પીરસાયું હોય કે પછી કોલ્ડ્રીંકમાં જીવાત નીકળી હોય એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. 


જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. મહાનગરપાલિકાના ખોરાક શાખા પાસે પણ  પૂરતો સ્ટાફ ના હોવાનું પણ લાગી રહ્યું છે. ખોરાક શાખા માત્ર જ્યારે કોઈ તહેવારો આવવાનો હોય ત્યારે જ કામગીરી કરતું હોય છે. ત્યારબાદ એ લોકો શુશુંક્ત અવસ્થામાં જતા રહે છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરની અંદર  આવા બનાવો બની રહ્યા છે  પરંતુ હજુ પણ ખોરાક શાખા એક્શનમાં આવ્યું નથી. કહેવાય છે કે કોઈપણ ઘટના બને ત્યારબાદ તંત્ર એક્શન માં આવતું હોય છે. અને જે જગ્યા પર ઘટના બને એ જગ્યા પર તપાસ કરવામાં આવતી હોય છે. જોકે વડોદરા શહેરમાં  હોલસેલમાં દુકાનો રાફડો છે. પરંતુ ફુલ ઇસ્પેક્ટર દ્વારા માત્ર ધીમી કામગીરી કરવામાં આવે છે. ખોરાક શાખા દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા જ  આવા લોકોને કાયદાનો ડર રહેતો નથી. જોઈએ કે હવે તંત્ર ક્યારે જાગશે.

Reporter: News Plus

Related Post