વિટકોસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરી બસ પરિવહન સેવા હેઠળ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે.નવા બનાવ્યા ત્યારે આ બસ સ્ટેન્ડ ખૂબ સુંદર અને સજાવેલા હતા.
પરંતુ જાળવણીને અભાવે હાલ આ બસ સ્ટેન્ડસ ની ભવ્યતાને લૂણો લાગ્યો છે.તેમાં વચ્ચે બેઠકો અને બંને છેડે ફૂલછોડ રોપવા કુંડા આકારની જગ્યાઓ રાખવામાં આવી છે.શરૂઆતમાં ફૂલ છોડ રોપેલા હતા.હાલ ઉછેરની કાળજી ના અભાવે એ મુરઝાઇ ને નાશ પામ્યા છે.હવે આસપાસના લોકો એનો ઉપયોગ કચરાપેટી જેવો કરે છે.આ બસ સ્ટેન્ડ્સ ની દશા બહરૂપી જેવી થઈ છે.બસ આવવાના સમયે કેટલાક પ્રવાસીઓ ઉભેલા કે બેસેલા જણાય છે.ઉપરના ભાગે છત્ર હોવાથી વરસાદ તૂટી પડે ત્યારે પ્રવાસીઓ અને રાહદારીઓ ને તે આશ્રય આપે છે.શહેરમાં રોજીરોટી માટે નાના વેપાર ધંધા કરનારાઓ ની સંખ્યા ઓછી નથી.
બધા પાસે દુકાનોની સુવિધા ઉપલબ્ધ નથી.તેવા સમયે આ બસ સ્ટેન્ડ એક મઝાની રેડીમેડ દુકાન તરીકે ઉપયોગી બને છે.ઉપર છત્ર હોવાથી વરસાદ - તાપ થી વેચાણ માટેનો માલ બગડતો નથી.વેપારી બેઠક પર બેસીને ટેસ થી વેપાર કરી શકે છે.અત્યારે મકરપુરા તરફ જતા રસ્તા પર બસ સ્ટોપ દુકાનો ધમધમી રહી છે.તો કેટલીક વિસ્તારોમાં બસ સ્ટેન્ડ ઘર વિહોણા ને રાત્રિ વિસામા તરીકે ઉપયોગી બની રહ્યા છે.શહેરી બસ સેવા આડકતરી રીતે વંચિતોને ઉપયોગી બની રહી છે.
Reporter: News Plus