શહેરના સમાં વિસ્તારની સૈનિક સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં સમા પોલીસને સફળતા મળી છે. પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા જ્યારે ત્રણ ફરાર આરોપીને પકડવાના હજી બાકી છે.
વડોદરા શહેરના સમાં વિસ્તારમાં આવેલ સૈનિક સોસાયટીમાં રહેતો પરિવાર સામાજિક પ્રસંગે ઉદયપુર જતા તેમના ઘરની અંદર તસ્કરોએ હાથફેરો કરીને માત્ર 45 જ મિનિટમાં રોકડા 70 હજારની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બાબતે ઘરમાલિકના જમાઈ દેવેનભાઈએ સમાં પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સૈનિક સોસાયટીમાં ચોરી કરવા આવેલ તસ્કરો અંગેની જાણકારી ઘરના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા બે નોકરોએ પોલીસને આપી હતી.
પોલીસે એ માહિતી અને વર્ણનના આધારે ચોરી કરનાર સભ્યોના ફોટા બતાવ્યા હતા જે ફોટા સર્વન્ટ ક્વાર્ટર માં રહેતા નોકરી ઓળખી બતાવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે તેના અન્ય ફરાર થયેલ ત્રણ સાથીદારોને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી નો ભેદ ઉકેલ્યો હતો. સમા પોલીસે બાપો તને મારા સમમાંથી વર્ણનના આધારે ઝડપી પાડ્યા હતા. જશબીરસિંહ ધરમસિંહ સિકલીગર, ગુરુમુખ સિંહ નેપાળસિંહ સિકલીગર બે ચોરોને ઝડપી પાડ્યા હતા. હજુ ત્રણ ફરાર આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. જોકે પોલીસને રિમાન્ડ દરમિયાન શહેરમાં અનેક ચોરી કરેલા ગુના નો ભેદ પણ ઉકેલશે
Reporter: News Plus