મુંબઈ : હિન્ડેનબર્ગે સેબીની શો-કોઝ નોટિસનો જવાબ આપતાં કટાક્ષ કર્યો છે કે, ભારતની માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેન્કનું નામ શોધવામાં કેમ નિષ્ફળ રહી.
જ્યારે સેબીએ અમને શોકોઝ નોટિસ પાઠવી પોતે ન્યાયપૂર્ણ તપાસ કરી હોવાનો દાવો કરી રહી છે, ત્યારે તે તપાસમાં વાસ્તવિક જોડાણ ધરાવતા પક્ષનું નામ જાહેર કરવામાં નિષ્ફળ કેમ ગઈ. હિન્ડેનબર્ગે ટોચની ખાનગી બેન્કમાં સામેલ કોટક મહિન્દ્રા બેન્કે અદાણી સ્ટોક્સના શોર્ટ સેલિંગ માટે ઓફશોર ફંડ બનાવી તેના પર દેખરેખ રાખી હોવાનો આરોપ મૂક્યો છે.
જેણે અમારા ઈન્વેસ્ટર પાર્ટનર સાથે મળી અદાણીના સ્ટોક્સ પર દાવ લગાવવા ઓફશોર ફંડ સ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું હતું. જેને K-India ઓપોર્ચ્યુનિટીઝ ફંડનું નામ આપ્યું અને 'KMIL'ના ટૂંકાક્ષર સાથે 'કોટક' નામનો ઢાંકપિછોડો કર્યો હતો.અમેરિકાની શોર્ટ સેલિંગ ઈન્વેસ્ટર હિન્ડેનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપના શેર્સમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આરોપ મામલે જાન્યુઆરી, 2024માં સુપ્રીમ કોર્ટની રાહત બાદ માર્કેટ રેગ્યુલેટર સેબીએ હિન્ડેનબર્ગને શો કોઝ નોટિસ પાઠવી હતી.
Reporter: News Plus