નવીદિલ્હી :આજે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના યુપીના કનૌજથી લોકસભા સાંસદ અખિલેશ યાદવે પણ સરકાર પર પ્રહારો કર્યા છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અનામત સાથે રમત રમાઈ રહી છે. અમે જાતિ આધારિત વસ્તી ગણતરીના પક્ષમાં છીએ કારણ કે તેના વિના સામાજિક ન્યાય શક્ય નથી. અગ્નિવીર યોજના લાગુ કરીને દેશની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા છે.અખિલેશ યાદવે કહ્યું કે બંધારણ એ સંજીવની છે અને તેની જીત થઈ છે.
પ્રજાએ સરકારનું અભિમાન તોડી નાખ્યું છે. બનારસમાં લોકો ક્યોટોના ફોટા શોધી રહ્યા છે કે ક્યારે ગંગા સાફ થશે, અને બનારસ ક્યોટો બનશે. આ ચૂંટણીમાં વિભાજન કરનારી રાજનીતિ હારી જાય છે અને જે રાજનીતિ એક કરે છે તે જીતે છે. યુપીમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
Reporter: News Plus