News Portal...

Breaking News :

વડોદરા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા ચિંતન શિબિર અને સમીક્ષા બેઠક યોજાઇ

2025-08-09 12:48:32
વડોદરા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા ચિંતન શિબિર અને સમીક્ષા બેઠક યોજાઇ


વડોદરા જિલ્લાના સી.આર.સી. કોઓર્ડિનેટરની સમીક્ષા બેઠક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ પાંડેના અધ્યક્ષસ્થાને વડોદરા ખાતે યોજાઈ હતી. 

સમગ્ર શિક્ષા વડોદરા અંતર્ગત જિલ્લાના આઠ તાલુકાના કુલ ૮૬ સી.આર.સી. કોઓર્ડિનેટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભે જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર જીગ્નેશભાઈ પટેલનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન શાળાઓમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓની ચકાસણી માટે સર્વે ફોર્મનો ઉપયોગ, કમ્પાઉન્ડ, પાણીની ટાંકી, સેનિટેશન સુવિધાઓ, મધ્યાન ભોજન રૂમ તેમજ જર્જરિત ઓરડાઓ ઉતારવા અને રીપેરીંગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર દ્વારા સી.આર.સી., મુખ્ય શિક્ષક તેમજ ટીઆરપીની જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી અને શાળાઓની ખૂટતી ભૌતિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા જિલ્લા સમિતિ દ્વારા નક્કી કરવાનું જણાવ્યું હતું. 

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરએ ઑનલાઇન ટુ-ડાયરીનું પાલન, શાળા મુલાકાતના લક્ષ્યાંકોની પૂર્ણતા, વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ આધારે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય, પીએમ શ્રી શાળાઓને મળતી ગ્રાન્ટોના યોગ્ય હિસાબ અને ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત જેન્ડર એજ્યુકેશન, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સ્વરક્ષણ તાલીમ, સેનેટરી નેપકીનનો ઉપયોગ, શાળા કક્ષાએ સ્વચ્છતા જાળવવા માટે મનિષાબેન વાઘેર દ્વારા માહિતી આપવામાં આવી હતી. હિસાબી અધિકારી પૂર્વીબેન ત્રિવેદીએ પીએફએમએસ દ્વારા તમામ ચુકવણીઓ સમયસર કરવાની અને પરિપત્ર મુજબના કાર્યક્રમો યોજવાની માહિતી આપી. ચિરાગભાઈ મિસ્ત્રીએ જ્ઞાનકુંજ, કોમ્પ્યુટર લેબ, ઈન્ટરનેટ સુવિધાઓ તથા વિદ્યાર્થીઓની હાજરી સુધારવા બાબતે માર્ગદર્શન આપ્યું. દીપિકાબેન દલાલે વિશેષ શિક્ષણ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે એસેસમેન્ટ કેમ્પો યોજવા, બસ ફ્રી પાસ યોજના મેળવવા તથા ઓળખાયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ કાળજી લેવાની બાબતો પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આગામી ગુણોત્સવ માટે શાળા કક્ષાએ આયોજન કરવું, એફ.એલ.એન. ૨૦૨૬ના મુખ્ય વાર્ષિક એક્શન પ્લાનની રચના કરવી, સ્કૂલ ઓફ એક્સલન્સના માપદંડો પ્રમાણે કાર્ય કરવું તથા શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો માટે વિશેષ ચેનલ સ્થાપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સૌને સહિયારા પ્રયાસોથી બાળકેન્દ્રિત શિક્ષણ કાર્ય કરી વડોદરા જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું અને બેઠકને એક સફળ ચિંતન શિબિર સંપન્ન થઈ હતી.

Reporter: admin

Related Post