News Portal...

Breaking News :

અલીબાબા ચાલીસ ચોરનાં ચાલાકી સાથેનાં કરોડોનાં કરતૂતો

2025-08-09 12:27:15
અલીબાબા ચાલીસ ચોરનાં ચાલાકી સાથેનાં કરોડોનાં કરતૂતો


નેતાઓ અને અધિકારીઓએ આયોજનપૂર્વક સહિયારી કરોડોની લૂંટફાટ ચલાવી.
ચેરમેન અને સભા સેક્રેટરીએ દરખાસ્ત પછીની ઠરાવ સુધીની બાજી સંભાળી.
પૂર્વ કમિશનર,ચીફ ફાયર ઓફિસર, ફાયર એચઓડી આણી કંપનીએ દરખાસ્ત પહેલાની અને પેમેન્ટ આપવા સુધીની બાજી સંભાળી



ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા...
વડોદરા ફાયર બ્રિગેડનાં સીએફઓ, ડે સીએફઓ અને ફાયર એચઓડી, પૂર્વ કમિશનર ફાયરના સાધનો ખરીદવામાં આચરેલા 3.17 કરોડના મહા કૌભાંડમાં ઉપરથી નીચે સુધી પ્રક્રિયામાં સામેલ તમામ નેતા અને અધિકારીઓ સંડોવાયેલા છે. જ્યારે સાધનો ખરીદવાની જરુરીયાત ઉભી થઇ ત્યારે સીએફઓ, ડે સીએફઓ, ફાયર એચઓડી , સ્ટોર ઇન્ચાર્જ તથા પૂર્વ કમિશનર તેમાં સામેલ હતા અને ત્યારબાદ 1લી એપ્રીલે સ્થાયીમાં દરખાસ્ત મુકાઈ. ચેરમેન, સ્થાયી સભ્યો, સંકલન,સભા સેક્રેટરી અને શહેર પ્રમુખ ભ્રષ્ટાચારમાં અને ગોટાળામાં સીધા જવાબદાર છે. 4 એપ્રીલે સ્થાયી સમિતીના ચેરમેન દરખાસ્ત મંજુર કરીને સુધારાનો ઠરાવ લાવ્યા અને તેમણે માત્ર 8 બોટ ખરીદવાનો સુધારો કર્યો એટલે કે જે 16 બોટ અને સાધનો 3.90 કરોડમાં ખરીદવાના હતા તેમાં ઘટાડો કરી 8 બોટ અને સાધનોને 3.17 કરોડમાં ખરીદાયા  પણ સ્થાયીની દરખાસ્તમાં તો તે રકમમાં કોઇ જ ફેરફાર જ કરાયો ન હતો. ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ અંતિમ ઠરાવમાં ફેરફાર કરીને 16 બોટના બદલે માત્ર 8 બોટ ખરીદવાનો નિર્ણય લીધો.અને કુલ ખર્ચમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નહીં. ટેન્ડર પ્રક્રિયામાંસુરતની  "M/S NEW LIGHT SAFETY SOLUTIONS,"નામની ફર્મને કોન્ટ્રાક્ટ અપાયો, જેમાં 8 બોટ માટે રૂ. 3,90,33,469નો ખર્ચ દર્શાવવામાં આવ્યો. જેમાં સભાં સેક્રેટરી એ ઠરાવ મા સહી કરી છે. બે સ્થાયી સભ્યોએ પણ તેમાં અનુમોદન આપેલું છે. જેથી જ નેતાઓ અને અધિકારીઓની મિલીભગતમાં આ ગોટાળો ભ્રષ્ટાચાર અને પ્રજાના નાણાં ચાંઉ કરાયા છે તે સ્પષ્ટ છે. આ આયોજનપૂર્વક કરાયેલું કાવતરું હતું તે હવે સ્પષ્ટ દેખાય છે. 8 બોટ અને મોટર કાઢી નાખ્યાં  અને 3.17 કરોડ મા નક્કી ટેન્ડર નક્કી કર્યું અને ત્યારબાદ દરખાસ્ત થઇને મંજૂરી મેળવ્યા બાદ વર્ક ઓર્ડર આપી દીધો અને મનમાની કરીને એસ્ટીમેટ પણ બનાવી દીધો . ચેરમેને આવી કેટલી દરખાસ્તો મુકી હશે જેમાં આવા ગોટાળા હશે તેની તપાસ થવી જોઈએ. હવે ફાયર વિભાગની ખરીદી રાજ્ય સરકાર,શહેરી વિકાસ,વિભાગે કરવી જોઈએ.  આ વેન્ડર સુરતનો છે અને કંપની પુનાની છે. સીએફઓ પણ ખેલાડી નિકળ્યા અને પુનાની કંપની લઇને આવી ગયા જેથી વેન્ડર નાં જીએસટીની પણ તપાસ થવી જરુરી છે. આ ફાયર વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારની પરાકાષ્ટા છે. મનોજ પાટીલ વેચેટિયો વેન્ડર ડૂબેજી પણ તેમણે સુરતના જ શોધી લીધા અને નેતાઓ અને અધિકારીઓએ ભેગા મળીને લૂંટફાટ કરી દીધી છે. પ્રમુખે વારંવારની દરખાસ્ત મંજૂર કરી શહેરનો વિકાસ કરવા આદેશ આપ્યો હતો પણ અધિકારીઓ અને નેતાઓએ તેને કૌંભાડ બનાવી દીધું છે. ડે.કમિશનર કેતન પણ જેતે સમયે ફાયર વિભાગના ડે, કમિશનર તરીકે હતા આ કૌભાંડ મા તેમની ઓન ભેંદી ભૂમિકા હોય તેની લઈને કેતન જોશી થોડાક મહિનામાં તેમની બદલી કરી દેવાઇ હતી. સીએફઓની જ્યારથી નિમણુક થઇ છે ત્યારથી વિવાદમાં છે. તેની ફાયર એનઓસી પ્રકરણમાં તથા નકલી ડિગ્રીમાં તપાસ થવી જોઇએ વેન્ડરની સુરત ઓફિસ આવેલી છે અને તે ઘેરથી ચલાવે છે. સુરતના દુબેજીને હવે શોધવા જરુરી છે.



સુધારા સાથે દરખાસ્ત મજુર કરવામા આવી...
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક 4 એપ્રિલ 2025ના રોજ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીની અધ્યક્ષસ્થાને મળી હતી. વિષય નં. 11 હેઠળ અગ્નિશામક અને તાત્કાલિક સેવાઓ વિભાગ માટે નવા વાહનો અને સાધનોની ખરીદી અંગે ચર્ચા થઈ. કમિશ્નરશ્રીની ભલામણ મુજબ સરકારના GeM પોર્ટલ દ્વારા 16 નંગ બોટ અને સાધનો ખરીદવાની કુલ રૂ. 3.90 કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ અંતિમ ઠરાવમાં ફેરફાર કરીને 16 બોટના બદલે માત્ર 8 બોટ ખરીદવાનો નિર્ણય લેવાયો, અને કુલ ખર્ચમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નહીં. ટેન્ડર પ્રક્રિયામાં "M/S NEW LIGHT SAFETY SOLUTIONS" નામની ફર્મને કોન્ટ્રાક્ટ અપાયો.જેમાં 8 બોટ માટે રૂ. 3,90,33,469નો ખર્ચ દર્શાવવામાં આવ્યો. જેમાં સભા સેક્રેટરીએ ઠરાવમાં સહી કરી છે. મંજૂરી બાદ માત્ર અડધી બોટની મળવા છતાં લગભગ સંપૂર્ણ રકમ ખર્ચવામાં આવી હોવાના આક્ષેપો સાથે, આ ખર્ચ ફાયર બ્રિગેડ માટે નવીન વાહનો તથા અન્ય સાધનો ખરીદવાના કેપિટલ ખર્ચના બજેટ કોડ D0301604 ની જમા રકમ અને મંજૂર બજેટ હેડ પેટે પાડવાની તેમજ સદર બજેટ રકમ અપુરતી હોય તો સદર ચુકવણું ચીફ ફાયર ઓફિસર ના નામે તસલમાત લઈ ચુકવણું કરવાની કમિશનર તરફથી આવેલી ભલામણ  જોવાય તેને મંજૂરી આપી. આ સમગ્ર પ્રક્રિયા હવે ભ્રષ્ટાચારની શંકા હેઠળ આવી ગઈ છે.

મનોજ પાટીલની નિમણુંક બાદની તપાસ જરૂરી...
સસ્પેન્ડ થયેલા ચીફ ફાયર ઓફિસર, જે મહારાષ્ટ્રના હોવાના કારણે, આ ટેન્ડર પ્રક્રિયામાં પુણેની Unirub Techno Indis Pvt. Ltd પ્રોડક્શન કંપનીને પેટા ઇજારો આપ્યો? બીજી તરફ, આ કામ માટે પસંદ કરાયેલ વેન્ડર સુરતનો હોવા છતાં તેની ઓફિસના એડ્રેસ તરીકે ઘરનું સરનામું આપવામાં આવ્યું છે. જો વેન્ડરની  તપાસ કરવામાં આવે તો માત્ર ટેન્ડર કૌભાંડ નહીં પરંતુ જીએસટી કૌભાંડ સહિતના અન્ય મોટા કૌભાંડ પણ બહાર આવી શકે છે. વડોદરા શહેરમાં પણ વેન્ડરની નામ ખાતર એક ઓફિસ આવેલી છે.

સીએફઓ ફાયર વિભાગમાં આવ્યા ત્યારથી થયેલી તમામ ટેન્ડર પ્રક્રિયા, ફાયર NOC તેમને દ્વારા કરાયેલી નિમણુંક અને તેમની ડિગ્રીની તપાસ કરવાની માંગ ઉઠી છે. ખાસ કરીને છેલ્લા પાંચ મહિનાની કામગીરીની સઘન તપાસ જરૂરી છે.

BJP શહેર પ્રમુખનાં નિમણુંક બાદ દરખાસ્તોને, કાયમી ‘હરી ઝંડી’, વિકાસના નામે ચેરમેન આણી કંપની દ્વારા વણથંભ્યો ભ્રષ્ટાચાર ? 
વડોદરામાં ભાજપના શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીના આગમન પછી મહાનગરપાલિકામાં લગભગ બધી જ દરખાસ્તો મંજૂર થતી જોવા મળી રહી છે.  મ્યુનિસિપલ કમિશનરની ભલામણથી આવતી મોટાભાગની દરખાસ્તો વિના વિઘ્ને પાસ થઈ રહી છે. મહત્વનો સવાલ એ છે કે આ દરખાસ્તો નાગરિકોના હિતમાં છે કે નાગરિકો પર આર્થિક બોજો વધારતી છે. તેની કોઈ અસરકારક તપાસ થઈ રહી નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તંત્ર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તોને  મંજૂરી આપવાની પરંપરા ઉભી થઈ છે, શહેર ભાજપ પ્રમુખે છ માર્ચ 2025 ના રોજ તેમણે નિમણૂક કરવામાં આવી . ત્યારબાદ સ્થાયી સમિતિમાં  પ્રમુખે શહેરના વિકાસમાં દરખાસ્ત મંજૂર કરો અથવા  નામંજૂર કરો. જો કે  મોટાભાગની દરખાસ્ત મંજૂર થાય છે. શહેરના વિકાસના નામે મહાનગરપાલિકાનું તંત્ર, ભાજપની ઊંચી પાંખોના આશીર્વાદ સાથે, પ્રજાના નાણાંનો વેડફાટ કરીને શહેરનાં વિકાસનાં નામે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગમાં 3.17 કરોડની જાદુઈ બોટની ખરીદી અને અન્ય રમકડાં પણ એમાંનો જ એક ભાગ છે.

Reporter: admin

Related Post