News Portal...

Breaking News :

શિવમ પાર્ટી પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર માલિક પાસે રજાચિઠ્ઠી વિરુદ્ધનુ બાંધકામ દુર કરાવ્યુ

2025-08-09 12:00:43
શિવમ પાર્ટી પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર માલિક પાસે રજાચિઠ્ઠી વિરુદ્ધનુ બાંધકામ દુર કરાવ્યુ


બાંધકામ પરવાનગી શાખાના ટી.ડી.ઓ. પરિમલ પટણી અને નિવૃત્ત ડે.ટી.ડી.ઓનાં ભ્રષ્ટાચાર બહાર આવતા ગેરકાયદેસર બાંધકામ કરનાર માલિક પાસે દુર કરાવ્યુ..



પશ્ચિમ ઝોનમાં આવતા વહીવટી વોર્ડ નંબર ૯ મોજે ગોત્રી ના રેવન્યુ સર્વે નંબર ૫૩૦ ટીપી સ્કીમ નંબર ૬૧ ફાઈનલ પ્લોટ નંબર ૨૦ માં આવેલ શિવમ પાર્ટી પ્લોટ વાળી જગ્યામાં આપેલ રજાચિઠી વિરુદ્ધનુ  સ્થળે બાંધકામ સંદર્ભ દૈનિક સમાચાર પત્રના અહેવાલથી ટી.ડી.ઓ પરીમલ પટણીએ  કમ્પ્લીશન સર્ટિફિકેટ રદ કર્યા બાદ શિવમ પાર્ટી પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર માલિક પાસે રજાચિઠ્ઠી વિરુદ્ધ નુ બાંધકામ દુર કરાવ્યુ હતું.બાંધકામ પરવાનગી શાખાનાં બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ પરીમલ પટણીએ એ ભ્રષ્ટાચાર કરી અને આપેલ કમ્પ્લીશન સર્ટિફિકેટ રદ કરેલ એમને પણ ઘણો સમય થયો પરંતુ શિવમ પાર્ટી પ્લોટવાળી મિલકતમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા બાદ પશ્ર્ચિમ ઝોનમાથી એન્જિનિયરીંગ શાખામાંથી ડ્રેનેજ કનેક્શન આપવામાં આવે છે. તેથી શિવમ પાર્ટી પ્લોટ વાળી મિલકતનુ કમ્પ્લીશન સર્ટિફિકેટ રદ કરેલ છે.તેથી પશ્ર્ચિમ ઝોનના કા.ઈજનેર દ્વારા સદર મિલકત ને આપેલ ડ્રેનેજ જોડાણ રદ કરવુ જરુરી છે.  

ડ્રેનેજ રદ કરવા સંદર્ભની કામગીરી પશ્ર્ચિમ ઝોનના કા.ઈજનેર ની ફરજમાં  આવે છે. તેથી હવે જોઈએ કે પશ્ર્ચિમ ઝોનના કા.ઈજનેર સદર મિલકત નુ ડ્રેનેજ જોડાણ રદ કરે છે,કે પછી સમજૌતા કરી અને ભ્રષ્ટાચારને સાથ સહકાર આપે છે.

દૈનિક સમાચાર પત્ર શિવમ પાર્ટી પ્લોટ વાળી મિલકતમા ગેરકાયદેસર બાંધકામને ઉજાગર કરેલ અને બાંધકામ પરવાનગી શાખાના ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ ના ભ્રષ્ટાચાર બહાર લાવેલ અને સદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલ તેથી સ્પષ્ટ થાય છે કે બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ. દ્વારા  ભ્રષ્ટાચાર કરેલ. મ્યુનિસિપલ કમિશનર, ડે.મ્યુનિસિપલ કમિશનરને ધ્યાન ઉપર પણ આવેલ કે ભ્રષ્ટાચાર કરેલ છે. તેથી કમ્પ્લીશન સર્ટિફિકેટ રદ કરેલ  અને સ્થળે કરેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલ પરંતુ મ્યુનિસિપલ કમિશનર,ડે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય અમલદાર, ચિફ ફાયર ઓફિસર, ડે.ચિફ ફાયર ઓફિસર સામે ઓપરેશન ગંગાજળની કાર્યવાહી કરેલ એ પ્રમાણે બાંધકામ પરવાનગી શાખાના ભ્રષ્ટ બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ ,અને  ટી.ડી.ઓ પરીમલ પટણી સામે ઓપરેશન ગંગાજળ ની કાર્યવાહી કેમ કરતા નથી એ પણ એક પ્રશ્ન છે. 



ટી.ડી.ઓ પરીમલ પટણીએ અને 
ડે.ટી.ડી.ઓ એ પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલ ઉર્મી કો.ઓ.હા. સોસાયટીમા પ્લોટ ને ૪ મા વાણીજ્ય એન.એ.હુકમ રજુ કરેલ ન હોવા છતા મોટો ભ્રષ્ટાચાર કરી ગેરકાયદેસર કોમર્શિયલ પરવાનગી આપેલ છે. તેથી મ્યુનિસિપલ કમિશનર ,ડે.મ્યુનિસિપલ કમિશનરને જાણ છે.છતા કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી કરેલ નથી.. 

મોજે ગોત્રી ટીપી ૧૦ માં આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ હાલ કાર્યરત છે.અને સ્કુલમા શિક્ષણ ચાલુ છે. 
વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલની બાંધકામ પરવાનગી મેળવેલ છે. પરંતુ વાપર ઉપયોગનુ ઓક્યુપેશન સર્ટિફિકેટ (બિલ્ડીંગ યુઝ) સર્ટિફિકેટ મેળવવામા આવેલ નથી.અને ગેરકાયદેસર સ્કુલનો વાપર ઉપયોગ શરુ કરેલ છે.સ્કુલનું ઓક્યુપેશન સર્ટિફિકેટ લીધા વિના ગેરકાયદેસર વાપર ઉપયોગ કરવો એ કાયદાકીય અયોગ્ય છે. આ ભ્રષ્ટાચારને પણ ઉજાગર દૈનિક સમાચાર પત્ર કરેલ એની જાણ પણ મ્યુનિસિપલ કમિશનર,ડે.મ્યુનિસિપલ કમિશનરને હોવા છતા કોઈ શિક્ષાત્મક પગલા ભરેલ નથી..

કારેલીબાગમાં પારુલ યુનિવર્સસીટીનુ મહાકાય લોખંડનું સ્ટ્રક્ચર 
પારુલ યુનિવર્સસીટીનું કારેલીબાગ વિસ્તારના મેઈન રોડ પર ગેરકાયદેસર મહાકાય ફેબ્રીકેટેડ લોખંડનાં સ્ટ્રક્ચરના સંદર્ભે પણ દૈનિક સમાચાર પત્ર ગુજરાતની અસ્મિતાએ ઉજાગર કરેલ અને ટી.ડી.ઓ પરીમલ પટણીએ જણાવેલ કે સદર ગેરકાયદેસર સ્ટીલના સ્ટ્રક્ચર ને નોટિસ આપેલ છે. પરંતુ નોટિસ આપેલ તેને પણ ઘણો સમય થઈ ગયેલ છે.છતાં ગેરકાયદેસર સ્ટીલ સ્ટ્રક્ચર હાલમાં પણ પરીમલ પટણીની મહેરબાનીથી ઉભુ છે.પારુલ યુનિવર્સસીટીનુ કારેલીબાગ વિસ્તારમાં  ગેરકાયદેસર મહાકાય ફેબ્રીકેટેડ લોખંડનુ સ્ટ્રક્ચર મેઈન રોડ પર હોય ચોમાસાની રૂતુ હોય, ન કરે નારાયણ અને મેઈન રોડ પરનુ મહાકાય ફેબ્રીકેટેડ સ્ટીલ નું સ્ટ્રક્ચર અકસ્માતથી રોડ પર પડે તો ત્યાંથી નિકળતા રાહદારીઓના જાન માલને નુકસાન થાય તો જવાબદાર કોણ? ટી.ડી.ઓ કે પછી ગેરકાયદેસર મહાકાય ફેબ્રીકેટેડ લોખંડના સ્ટ્રક્ચરના માલિક?

વાણીજ્ય એન.એ.હુકમ નહીં હોવા છતા રજાચિઠ્ઠી આપી...
વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા  બાંધકામ પરવાનગીનાં અધિકારીઓ/કમૅચારીઓ દ્વારા અમુક ચોક્કસ આકીઁઁટેક દ્વારા ઈન્વર્ડ કરાતી ફાઈલમાં વાણીજ્ય એન.એ.હુકમ રજુ કરેલ નહી હોવા છતા ભ્રષ્ટાચાર કરી રજાચિઠ્ઠીઓ આપેલ છે.છતાં મ્યુનિસિપલ કમિશનર ,ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા કોઈ પગલા ભરવામા આવેલ નથી.

ઔદ્યોગિક અને પ્રતિબંધિત ઝોનમા વિકાસ પરવાનગીઓ આપી
વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ( બાંધકામ પરવાનગી) શાખાના અધિકારીઓ/કમૅચારીઓ દ્વારા વુડાના ઝોનીંગમા નોન ઓબ્નોક્ષીયસ ઔદ્યોગિક ઝોનમા અને પ્રતિબંધિત ઝોનમા વિસ્તાર  બતાવેલ હોવા છતા ટી.ડી.ઓ.ના  અમુક ચોક્કસ આકીઁઁટેક દ્વારા ઈન્વર્ડ કરાતી ફાઈલમા વિકાસ પરવાનગીઓ આપેલ છે. એ તપાસમાં પણ મ્યુનિસિપલ કમિશનર, ડે.મ્યુનિસિપલ કમિશનર મુક પેક્ષક બનીને જોઈ રહ્યા છે.

બાંધકામ પરવાનગી શાખામાં,ગીવ એન્ડ ટેક સ્કીમ હેઠળ તત્કાલ સેવાઓ ઉપલબ્ધ છે.
ટીડીઓ હોય કે ડેપ્યુટી ટીડીઓ હોય બધાના મોઢા બહુ મોટા થઈ ગયા છે. મહિલા ડે.ટીડીઓ પણ બાકાત નથી...
CM નું ઓપરેશન ગંગાજળ હવે બાંધકામ પરવાનગી શાખામાં પણ જરૂરી છે

Reporter:

Related Post