News Portal...

Breaking News :

વડોદરા સાંસદનું પર્ફોર્મન્સ મંદ ગતીએ

2025-08-09 11:13:50
વડોદરા સાંસદનું પર્ફોર્મન્સ મંદ ગતીએ

વડોદરા સાંસદે કરેલી 95 ભલામણમાંથી માત્ર 20 જ કામો પૂર્ણ થયા પણ બાકીનાં કામોનું શું ?

માત્ર સોશિયલ મીડિયામાં અવનવા ગતકડા કરીને લોકોની અને તેમના પક્ષના હાઇકમાન્ડની નજરમાં આવવાનો પ્રયાસ કરી રહેલા સાંસદ ડો.હેમાંગ જોશીએ તેમના સવા વર્ષના કાર્યકાળમાં માત્ર 20 જ કામો કરેલા છે. તેમણે 8 લાખના ખર્ચે 2 શાળાઓમાં શેડ નંખાવ્યા છે અને 71 કામોની તેમણે ભલામણ કરેલી છે પણ આ કામોમાંથી મોટાભાગના કામો હજુ પણ પેન્ડીંગ છે કાં તો કામ ચાલી રહ્યા છે. બોલબચ્ચન કરી રહેલા બાબા ભાઈ તેમના પરફોર્મન્સ રિપોર્ટનો એક વાર અભ્યાસ કરી લેવો જોઇએ. તાજેતરમાં એડીઆર દ્વારા સાંસદોએ કેટલું ફંડ વાપર્યું છે તેનો અએક અહેવાલ બહાર પડાયો હતો. જેમાં સાંસદોનું એક વર્ષનું સરવૈયું જણાવાયું છે. આમ તો બાબાભાઈએ સંતોષ માનવો જોઇએ કે તેમના જેવા રાજ્યના અન્ય સાંસદો પણ છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતા ફંડમાંથી 4.2% જ બજેટ વાપર્યું છે. ગુજરાતના સાંસદો MPLAD ફંડમાંથી 95.8% ફંડ વાપરી શક્યા નથી તો 14 મતક્ષેત્રોમાં સંસદસભ્યોએ ભલામણ કરેલાં કામોમાંથી એકપણ કામ પૂર્ણ થયું નથી. એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદાં જુદાં કામો લઈને જતાં હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8% ફંડ વાપરી શક્યા નથી. માત્ર 4.2 ટકા ફંડ વપરાયું છે. ગત વર્ષે જૂનમાં 18મી લોકસભાનું ગઠન થયું હતું. MPLAD યોજના અંતર્ગત દરેક સંસદસભ્યને વર્ષદીઠ રૂ. 5 કરોડનું ભંડોળ તેમના મતવિસ્તારના વિકાસનાં કામો માટે ફાળવવામાં આવે છે. MPLAD 2023ની ગાઈડલાઈન અનુસાર લોકોની સુખાકારી અને વિકાસને લગતા વિવિધ પ્રકારનાં કામો કરી શકાય છે. એમાં જાહેર આરોગ્ય, શિક્ષણ, જાહેર તેમજ સામૂહિક બિલ્ડિંગ બાંધકામ, પીવાનું પાણી અને સેનિટેશન, સિંચાઇ, ડ્રેનેજ અને પૂર રોકવા માટેના પ્રતિરોધક સ્ટ્રક્ચર, પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન, ખેતી અને ખેડૂત કલ્યાણ, ઊર્જા પુરવઠો અને વિતરણ વ્યવસ્થા તેમજ રેલવે, રોડ, પુલ અને રસ્તાઓ વગેરે કામો લઈ શકાય છે. જેમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશીને 9.8 કરોડનું ફંડ ફાળવાયેલું છે પણ તેમાંથી તેમણે 13 લાખ ખર્ચેલા છે. કલેક્ટર કચેરીમાં તેમણે 2 કામ કરાવેલા છે જેમાં 8 લાખનો ખર્ચો થયેલો છે. સાંસદે 71 કામોની ભલામણ કરેલી છે તેમાં માંડ બે જ કામ પૂર્ણ થયા છે.MPLAD ફંડ યોજના અંતર્ગત હાલમાં દરેક સંસદસભ્યનું બજેટ વર્ષદીઠ પાંચ કરોડ છે, એટલે કે દર વર્ષે સંસદસભ્ય તેમના મત વિસ્તારના પાંચ કરોડ સુધીનાં કામોની ભલામણ કરી શકે. ત્યારબાદ જિલ્લા આયોજનમંડળ દ્વારા આ કામો જે-તે અમલીકરણ એજન્સીને સોંપવામાં આવે છે. MPLAD 2023ની ગાઈડલાઈન અનુસાર લોકોની સુખાકારી અને વિકાસને લગતા વિવિધ પ્રકારનાં કામો કરી શકાય છ.


સાંસદનાં આ 20 કામો જ પૂર્ણ 


જે રિપોર્ટ મળ્યો છે તેમાં સાંસદ હેમાંગ જોશીએ ભલામણ કરેલા 95 કામોમાંથી માત્ર 20 કામ જ પુર્ણ થયેલા છે તે શરમજનક છે. સાંસદે મંજૂર થયેલા કામો ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. તે ખુદ કલેક્ટર કચેરીમાં જ ઓફિસ ધરાવે છે તો રોજે રોજનું ફોલોઅપ પણ તે લઇ શકે છ



સાંસદે ભલામણ કરેલા અન્ય કામોનું શું ?

સાંસદ હેમાંગ જોશીએ સવા વર્ષમાં પોતાના ફંડનો ઉપયોગ કરવા માટે 71 કામોની ભલામણ કરી નાખી છે પણ તે કામોમાંથી મોટાભાગના જલ્દી થઇ શકે તેવા હોય તો તેવા કામોની તત્કાળ ગ્રાન્ટ આપીને પુર્ણ કરાવવા જરુરી છે. ભલામણ કરેલા કામોમાંથી મોટાભાગના કામો લોકોની સુખાકારી માટે જ હશે તેમ માની લઇએ અને આ કામો જો જલ્દી પુર્ણ થાય તો લોકોને જ તેનો ફાયદો થશે જેથી આ બાકી રહેલા કામોનો હિસાબ કરીને તેને તત્કાળ પુર્ણ કરવા જરુરી છે.




સૌથી વધુ ભલામણ નવસારીના સાંસદ સી.આર.પાટીલની

સંસદ સભ્યોએ સૂચવેલાં કામોની વિગતો જોતાં નવસારી મતક્ષેત્રમાં સૌથી વધુ એટ્લે કે 297 કામોની ભલામણ થઈ છે, જ્યારે મહેસાણા મતક્ષેત્રમાં 271 કામોની ભલામણ થઈ છે અને ખેડા મતક્ષેત્રમાં 265 કામોની ભલામણ કરવામાં આવી છે. સાંસદ હેમાંગ જોશીએ આમાથી ધડો લેવો જોઇએ કે તેમના પક્ષ પ્રમુખ કેટલા ઉત્સાહથી લોકોનાં કામો કરી રહ્યા છે.

Reporter: admin

Related Post