News Portal...

Breaking News :

દુબઇમાં છુપાયેલા બુટલેગર શરાબ માફિયા વિજુ સિંધીને વડોદરા પોલીસ પણ શોધી રહી છે.

2025-02-24 10:27:25
દુબઇમાં છુપાયેલા બુટલેગર શરાબ માફિયા વિજુ સિંધીને વડોદરા પોલીસ પણ શોધી રહી છે.


વર્ષ 2022થી દેશ છોડીને ફરાર થઈ ગયેલા વડોદરાના કુખ્યાત શરાબ માફિયા વિજુ સામે ત્રણ સપ્તાહમાં બે કેસ નોંધાયા છે.


 દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વર્ષોથી મોટાપાયે વિદેશી દારૂ ઠાલવતા વિનોદ ઉધવાણી ઉર્ફે વિજુ સિંધી સામે ગેમ્બલિંગનો ગુનો નોંધાયો છે અને હવે ક્રિકેટના સટ્ટા દ્વારા કરોડો રુપિયા રળી રહ્યો છે. હાલ તે દુબઇમાં બેસીને દુબઇના મોટા બુકીઓ સાથે મળીને ચેમ્પિયન ટ્રોફીની મેચોમાં કરોડો સટ્ટો રમાડી રહ્યો છે. બુટલગેર વિજુ સિંધી સામે વડોદરા પોલીસમાં 8 ગુના નોંધાયા છે અને હાલ તે માત્ર એક કેસમાં જ વોન્ટેડ છે. તેની સામે વિજીલન્સમાં કાર્યવાહી થઇ રહી છે. ઉપરાંત તેની સામે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરાયેલી છે અને ગુજરાત પોલીસ વિદેશ અને ગૃહ મંત્રાલય દ્વારા વિજુ સિંધીનો દુબઇથી પ્રત્યાર્પણથી કબજો મેળવવાના પ્રયાસો હાલ કરી રહી છે.  .ઉલ્લેખનિય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના એએસઆઈ દિલીપ ચૌધરીએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે હરેશ મુલચંદાણી સહિત 17 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. 


દુબઇ ખાતે ચેમ્પીયન ટ્રોફીની ચાલી રહેલી વન-ડે મેચ પર હરેશ ઉર્ફે હરૂ સટ્ટો રમતો-રમાડતો હોવાની બાતમી પોલીસને મળ્યા બાદ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હરેશ ભારત વિ. બાંગ્લાદેશની મેચ પર સટ્ટો રમતા ઝડપાયો હતો. પોલીસે બંને મોબાઈલ ફોન તપાસતા તેમાંથી Goldenexch99 Admin માં 2.60 કરોડ રૂપિયાનું ક્રેડિટ બેલેન્સ મળી આવ્યું હતું. મળી આવેલું સુપર માસ્ટર આઈડી પોતાના ભાગીદાર મનિષ ક્રિશ્નાની ઉર્ફે ગીલી થકી વૉન્ટેડ બુટલેગર વિજુ સિંધી ( એ આપેલું હોવાનું સામે આવ્યું છે. Goldenexch99 ના બીજા આઈડીમાં 20 લાખનું ક્રેડિટ બેલેન્સ મળ્યું છે. આ આઈડી કેતન દેસાઈ અને મીત ગુજરાત થકી ફરાર બુકી રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. એ આપ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે Radhexch99 માં રૂપિયા 11,52,500 નું ક્રેડિટ બેલેન્સ મળ્યું છે. આ આઈડી કેતન દેસાઈ મારફતે બુકી ગીરીશ પટેલ ઉર્ફે ટોમી પટેલે આપ્યું હોવાનું ખૂલ્યું છે. સાતેક વર્ષથી સટ્ટો રમતા હરેશ મુલચંદાણીએ અંદાજે બે મહિના અગાઉ બુકીઓ પાસેથી માસ્ટર, એડમીન અને કટિંગ આઈડી મેળવ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. બુટલેગર વિજુ સિંધી ત્રણ વર્ષથી ફરાર ગુજરાત પોલીસના ના ચોપડે પ્રોહિબિશનના 72 કેસમાં બુટલેગર વિજુ સિંધી વર્ષ 2022-23થી ફરાર છે. ગત જાન્યુઆરી મહિનાના અંતમાં SMC પોલીસ સ્ટેશનમાં બુટલેગર સિન્ડીકેટ સામે નોંધાયેલા ગુજસીટૉકના કેસમાં વિજુ સિંધીને પણ આરોપી દર્શાવાયો છે. દેશ છોડીને દુબઈ નાસી ગયેલા બુટલેગર વિજુ સિંધી સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. RCN ઈસ્યુ થતાં વિજુ સિંધીની અબુધાબી ખાતે પોણા બે વર્ષ અગાઉ સ્થાનિક એજન્સીએ ધરપકડ કરી હતી. કેટલીક કાયદાકીય પ્રક્રિયા બાદ UAE સરકારે વિજુ સિંધીને જામીન પર મુક્ત કરી દીધો હતો. દુબઇમાં છુપાયેલા વિજુ સિંધીએ મોટા ગજાના બુકીઓ રાકેશ રાજદેવ, ટોમી પટેલ ઊંઝા અને મીત રાજકોટ સાથે મળીને ક્રિકેટ સટ્ટાના કારોબારમાં ઝંપલાવ્યું છે. વિજુ સિંધીની પ્રત્યાર્પણની કાર્યવાહી સ્ટેટ મોનિટરીંગ સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બુટલેગરમાંથી બુકી બનેલા વડોદરાના વિજુ સિંધીના પ્રત્યાર્પણની કાર્યવાહી દુબઇમાં ચાલી રહી છે. જ્યારે રેડકોર્નર નોટિસ રદ કરવાની અત્રેની હાઈકોર્ટમાં થયેલી અપીલમાં પણ દલીલો ચાલી રહી છે. વડોદરા પોલીસના સુત્રોએ કહ્યું કે વડોદરા શહેરમાં વિજુ સામે 8 ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે અને અત્યારે 1 જ ગુનામાં વોન્ટેડ છે. વિજીલન્સ તેની સામે તપાસ કરી રહી છે.

Reporter: admin

Related Post