News Portal...

Breaking News :

રાણાજી ચાલુ દિવસોમાં અરજદારો,નાગરિકોની રજુઆતથી ભાગે છે.વડી કચેરીમાં મુલાકાત મળવી જ મુશ્કેલ અને

2025-02-24 10:22:37
રાણાજી ચાલુ દિવસોમાં અરજદારો,નાગરિકોની રજુઆતથી ભાગે છે.વડી કચેરીમાં મુલાકાત મળવી જ મુશ્કેલ અને


વડોદરા કોર્પોરેશનના અધિકારીઓને વડોદરા શહેરની કેટલી બધી ચિંતા છે તે દર્શાવવાનો કોઇ મોકો અધિકારીઓ છોડતા નથી. 


અધિકારીઓ સતત એવું દર્શાવવાનો પ્રયાસ કરે છે કે અમે તો 24 કલાક અને 7 દિવસ પ્રજાની સેવા કરીએ છીએ પણ તેઓ કેવું કામ કરે છે તે વડોદરાનો પ્રત્યેક નાગરીક જાણે છે. વડોદરાવાસીને તેની મુળભૂત સેવાઓ પણ યોગ્ય રીતે અને પુરતી મળતી નથી. આજે રવિવાર હતો. લોકોને એમ કે લાખોનો પગાર લેતા અધિકારીઓ તો રવિવારે જલસા કરતા હશે અને તેથી લોકોને બતાવવા માટે મ્યુનિ.કમિશનરે રવિવારે રજાના દિવસે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટની રિવ્યુ બેઠક કરી હતી અને પાલિકાના કર્મચારીઓને જ પણ ફરજિયાત અધિકારીઓના આદેશનું પાલન કરીને કોર્પોરેશન કચેરીમાં આવવું પડ્યું હતું જેથી કર્મચારીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. કર્મચારીઓને તો બિચારાને માંડ એક રજા મળતી હોય અને પરિવાર સાથે સમય ગુજારવો હોય કે પછી કોઇ સામાજીક કાર્યમાં જવું હોય પણ કમિશનર પોતાનું સારુ બતાવવા માટે રવિવારે મિટીંગ ગોઠવી દે તો પછી નાના કર્મચારીઓને પણ કચેરીમાં આવવું પડે છે.  


મ્યુનિસીપલ કમિશનર સહિત પાલિકાના તમામ અધિકારીઓ સોમથી શનિ માં પણ આવી મિટીગ યોજી શકે છે,પણ તેમને તો વડોદરાવાસીઓને બતાવવું છે કે જુવો અમે કેટલું કામ કરીએ છીએ. એમા મરો બિચારા અન્ય કર્મચારીઓનો થાય છે. કમિશનરે આજે રવિવારે રિવ્યુ મિટીંગ બોલાવી લીધી અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે પાલિકાને નાગરીકોની બહુ ચિંતા છે અને આજે પણ પાલિકા કચેરીની ઓફિસો ખુલ્લી રહી હતી. કમિશનરના આ નિર્ણયથી તમામ વિભાગોના કર્મચારીઓમાં ભારે રોષ સાથે કચવાટ જોવા મળ્યો હતો. સોમથી શનિવારના ઓફિસ સમયમાં કે પછી ઓવરટાઇમ કરીને પણ તમે આવી રૂટીન મિટીંગો કરી શકો છે. પણ રવિવારે જ મિટીંગ કરીને તમે શું પુરવાર કરવા માગો છો તે સમજાતું નથી. વિશ્વામિત્રીના પૂરથી આમ પણ મ્યુનિ.કમિશનર અને અધિકારીઓ તથા પદાધીકારીઓથી વડોદરાવાસીઓ ભારે નારાજ છે. જો તમે આટલા કાર્યદક્ષ છો તો વિશ્વામિત્રીના પૂર પહેલા આવી બેઠકો કરીને પૂર ના આવે તે માટેની કામગીરી કરી હોત તો વડોદરાવાસીઓ તમને ખોબલે ખોબલે વધાવત પણ આ રીતે રવિવારે મિટીંગ કરીને તમે વડોદરાવાસીઓના દિલ નહી જીતી શકો. રૂટીન મિટીંગ અમે એટલા માટે કહીએ છીએ કે વિશ્વામિત્રીની સફાઇ સહિતના મુદ્દાઓની અમે છેલ્લા 25 વર્ષમાં અનેક બેઠકો જોઇ છે પણ દર વર્ષે પૂર તો આવે જ છે. જો તમે કામગરા હોવ તો બતાવી દો કે આ વખતે કોઇ પણ સંજોગોમાં વિશ્વામિત્રીમાં પૂર નહીં જ આવે..મ્યુનિ. કમિશનર દિલીપ રાણાને જો મળવું હોય તો ઘરેથી સારું મુહૂર્ત જોઈને નીકળવું પડે... વડોદરાના મ્યુનિસિપલ કમિશનર  દિલીપ રાણા વડોદરાના નાગરીકને તેમની ઓફિસમાં સોમ અને ગુરુવારે ફક્ત 4.30 થી 6.30 વાગ્યા સુધી માત્ર ફક્ત બે કલાક જ મળે છે. તેમણે તેમની ઓફિસની બહાર આવું બોર્ડ પણ લટકાવી દીધું છે પણ વડોદરાના સામાન્ય નાગરીકને  મ્યુનિસિપલ કમિશનર ફક્ત બે કલાક મળે એવું કોઈ સરક્યુલર ખરો ? અને એમાં પણ સામાન્ય માણસનું નસીબ હોય તો વળી મ્યુનિસીપલ કમિશનર મળે. નહીં તો તે વખતે કોઇ મિટિંગમાં ગયા હોય કે ગાંધીનગર ગયા હોય અથવા  ડેપ્યુટી કમિશનર કે એન્જિનિયરો જોડે મિટિંગમાં બેઠા હોય તો સામાન્ય માણસને ધક્કો જ પડે છે. કમિશનર વડોદરાવાસીઓના ટેક્ષના નાણાંમાંથી પોતાનો લાખોનો પગાર મેળવે છે અને તેમના માથે વડોદરાની જવાબદારી છે ત્યારે તેમણે મિટીંગોમાં રચ્યાપચ્યા રહેવાના બદલે સામાન્ય માણસને પણ મળવું જોઇએ. રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને જો કોઇ સામાન્ય વ્યક્તિને મળવું હોય તો આસાનીથી મળી શકે છે પણ વડોદરાના મ્યુનિ.કમિશનર રાણાજીને મળવું દુર્લભ હોય છે. સામાન્ય માણસ કે જે પોતાની ફરિયાદ લઈને આવતો હોય તેના માટે કમિશનરને મળવાનો સમય નથી. તેઓ સામાન્ય માણસને મળતા નથી. નસીબ હોય તો સામાન્ય માણસને મળે.તેમનું જોઇને કોર્પોરેશનના અન્ય  અધિકારીઓએ પોતે પણ નિયમ બનાવી દીધા છે. ડેપ્યુટી કમિશનર કે એન્જિનિયર અને બાંધકામ પરવાનગી શાખામાં પણ, બોર્ડ મારવાનું ચાલુ કરી દીધું છૅ. આજે રાજ્યના મુખ્યમંત્રી મળવું શક્ય, પરંતુ મ્યુનિસિપલ કમિશનરને મળવું  હોય તો કેટલીય માતા જપવી પડે છે. વડોદરાવાસીઓની લાગણી અને માગણી છે કે કોર્પોરેશનના દરેક અધિકારીઓ ઓફિસ અવર્સમાં મળવા જોઈએ.એ ના મળે તો તેમનાં વતી જવાબદાર અધિકારી મળવા જોઈએ.લેખીત રજુઆત લેનારા-સમજનારા અધિકારીઓને બેસાડવા જોઈએ. અરજદાર મહિનાંઓથી ત્રસ્ત છે એટલે કમિશનર કચેરીએ આવતો હોય છે.કોઈને વડી કચેરી આવવાનો શોખ નથી.રાણાંજી આ વખતે જો લોકોનાં ઘરમાં પાણી આવ્યા તો કાઉન્સિલરો-નેતાઓ-અધિકારીઓને ઘરે જઈને એમની ધુલાઈ કરશે.હવે વડોદરાની જનતાને બેવકૂફ બનાવવાનો કોઈ પ્રયત્ન કરતા નહી. કન્ટ્રોલરુમમાં નેતાઓ સાથે બેસીને લોકોને મૂર્ખ બનાવતા નહી.દર વર્ષે ૨૫ હજાર કરોડનું નુકસાન હવે નહી પોસાય.માનવસર્જિત પૂરની પરિસ્થિતી ના આવે તે જોજો. જો ના કરી શકવાનાં હો તો અત્યારથી બદલી માંગી લેજો.વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામો વિશે ચર્ચા થઇ. મ્યુનિ.કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે વિશ્વામિત્રી પ્રોજેકટના અનુસંધાને આજે રિવ્યુ બેઠક મળી હતી અને તળાવોને ઊંડા કરવા-કેનાલોને સાફ કરીને પહોળી કરવાની કામગીરી અંગે ચર્ચા કરાઈ..આજે એન્જિનીયર અને વન વિભાગના અધિકારીઓની ટીમ પણ મિટીંગમાં હાજર હતી. કેનાલો સાફ અને પહોળી કરવા તથા વિશ્વામિત્રી સફાઇ અને તળાવોની સફાઇ તથા ઉંડા કરવાની ચર્ચા કરાઇ હતી. આજવા પ્રતાપપુરા સરોવર, વિશ્વામિત્રી સફાઇ, કાંસોની સફાઇ અને રેઇન વોટર હાર્વેસ્ટીંગનું સ્ટ્રકચર બનાવાઇ રહ્યું છે. જે કામગિરી હજું ચાલુ નથી થઇ તેને આખરી ઓપ આપવા બેઠક કરી હતી અને આગામી સમયમાં કાર્યવાહી કરાશે,

Reporter: admin

Related Post