વડોદરામાં ગતરોજ ખાબકેલા ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યાએ નુકસાનીના અહેવાલો સામે આવી રહ્યા છે.
ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલીક જગ્યાએ ઇમારતો ધરાશાયી થઇ છે. ત્યારે ગતરોજ અવિરત વરસાદ વર્ષા ને કારણે શહેરના સલાટવાળા તુલસીભાઈની ચાલી પાસે આવેલ એક જર્જરિત મકાન ધરાશાયી થતા સાત લોકો તેમાં ફસાયા હતા.જયારે એકનું મોત થયું હતું.શહેરના સલાટવાળામાં તુલસીવાડીની ચાલીમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ગઈકાલે ધરાશાઈ થતાં એક વૃદ્ધ દબાયા હતા.વૃદ્ધનું મકાનના કાટમાળમાં દબાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું. 70 વર્ષના ગણેશ જબરેલાનું મોત નિપજ્યું થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો.
ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ સિવાય મકાનમાં બાળકો સહીત સાત વ્યક્તિ રહેતા હતા અને અચાનક મકાન ધરાશાયી થતા સાત વ્યક્તિઓ ફસાયા હતા.ફાયર વિભાગને આ અંગે જાણ થતા ફાયર લાશ્કરો દ્ધારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 6 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. જયારે 70 વર્ષીય વૃદ્ધ ગણેશ જબરેલાનું કાટમાળ નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું. ફાયર લાશ્કરો વૃદ્ધના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ સાથે જ ઘટનાની જાણ થતા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતું.
Reporter: admin