ગઈકાલે ખાબકેલા મુશળધાર વરસાદના કારણે વડોદરા જલાગાર બન્યું હતું. ત્યારે આજે સવારે છ વાગ્યે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીએ પહોંચી જતા તંત્રના શ્વાસ અઘ્ધર થયા.
આજવા સરોવરની જળ સપાટી વધી 212.20 ફૂટે પહોંચી.અને હવે જો આજવામાંથી પાણી છોડશે તો વિશ્વામિત્રીના જળસ્તર હજી વધી જશે. ગત મોડી રાત્રે 2 વાગ્યા વિશ્વામિત્રીની જળ સપાટી 23.5 નોંધાઈ હતી. જેના બાદમાં સવારે 6 વાગે વિશ્વામિત્રીની સપાટી 26.50 ફૂટ નોંધાઈ છે. જયારે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સ્થિતિમાં પહોંચતા તંત્રની ચિંતા વધી ગઈ હતી. શહેર પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ પણ શરૂ કરાયું હતું.
જેમાં નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક ખાલી કરવા અને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ રહી છે.તો બીજી તરફ આજવા સરોવર ની જળ સપાટી વધી 212.20 ફૂટે પહોંચી. જેથી હવે ગમેત્યારે આજવા સરોવરમાંથી પાણી છોડશે.આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવશે. આજવા સરોવરનું રૂલ લેવલ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજવા માંથી પાણી છોડતા વિશ્વામિત્રી નદીની જળ સપાટી હજી વધશે. વાઘોડિયા મામલતદાર કચેરી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
Reporter: admin