વડોદરા NDRFની ટીમે રાજ્યના ફાયર બ્રિગેડ સાથે મળીને વડોદરા શહેરના પૂરગ્રસ્ત સમા સાવલી વિસ્તારમાંથી એક સગર્ભા મહિલાને તેના પતિ સાથે બચાવી હતી.

06 BN NDRF, વડોદરા, ગુજરાત રાજ્ય ફાયર બ્રિગેડ સાથે મળીને વડોદરા શહેરના પૂરગ્રસ્ત સમા સાવલી વિસ્તારમાંથી તેના પતિ સાથે સગર્ભા મહિલાને બચાવી હતી.વડોદરા શહેરના સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી ગયેલી સગર્ભા મહિલા અંગે જિલ્લા વહીવટી તંત્રને માહિતી મળી હતી.

તદનુસાર એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમે હરણી સમા લિંક રોડ વિસ્તારમાં રાજ્ય ફાયર બ્રિગેડ સાથે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી અને પતિ સાથે ગર્ભવતી મહિલાને સલામત બહાર કાઢી હતી.

Reporter: admin