News Portal...

Breaking News :

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજના સાનિધ્યમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

2024-08-27 23:28:28
વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજના સાનિધ્યમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો


વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108  વ્રજરાજકુમારજી મહારાજના મનોરથ સ્વરૂપે પુષ્ટિમાર્ગીય હવેલી પરંપરા અનુસાર ખૂબ સુંદર મનોરથો થાય છે. 


પૂજ્યની મંગલ ઉપસ્થિતિમાં જન્માષ્ટમીના પાવન પ્રસંગે 26 ઓગસ્ટ 2024 ના રોજ રાત્રે જન્મની ઝાંખી (કૃષ્ણ જન્મ પંચામૃત સ્નાન) ના દર્શન રાત્રે 12:00 કલાકે થયા હતા. જેમાં ખાસ વડોદરા ના યુવા સાંસદ ડોક્ટર હેમંત જોશી ઉપસ્થિત રહેલ અને મનોરથી પરિવાર , સાથે હજારોની સંખ્યામાં ભાવિકજનો, રાજકીય , સામાજિક , અનેક મહાનુભાવો , અગ્રણીઓ હાજર રહ્યા હતાં. 


બીજા દિવસે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય નંદ મહોત્સવ ઉજવાયો.તારીખ 27 ઓગસ્ટ 2024 ને મંગળવારના રોજ  ઠાકોરજી સુખાર્થે ભવ્ય નંદ મહોત્સવના દર્શન હવેલી પ્રણાલિકા અનુસાર નંદરાયજી, યશોદાજી, ગોપી અને ગ્વાલ બનાવવામાં આવ્યા હતા અને સાથે ઠાકોરજીને પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજ એ પલનામાં ઝુલાવ્યા હતા. ત્યારબાદ સવારે 9:00 કલાકે આ સુંદર નંદ મહોત્સવમાં ખાસ મોટી સંખ્યામાં યુવાનો તેમજ હજારોની સંખ્યામાં વૈષ્ણવો, રાજકીય મહાનુભાવો, શ્રેષ્ઠીજનો, તેમજ શહેરીજનો જોડાયા હતા.

Reporter: admin

Related Post