વિજય વૈરાગી, Pl પુત્ર હોઈ અને પોતે લીગલ એડવાઈઝર હોઈ પોલીસ સાથે પણ એણે બબાલ કરી હતી..
હવે જોવાનું એ રહે છે કે, મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (લીગલ), વકીલ વિજય વૈરાગીને સસ્પેન્ડ કરે છે કે કેમ? આ વિભાગ પણ અવારનવાર વિવિધ પ્રકારના વિવાદમાં આવ્યો છે.

લીગલ એડવાઈઝર વિજય વૈરાગીની આ પ્રકારની હરકતથી પાલિકાની પણ છબી ખરાબ થઈ છે.
બારેમાસ દારૂ પીનારા પણ નવરાત્રિના નવ દિવસ કોઈપણ પ્રકારનાં નશાથી દૂર રહે છે. પરંતુ આ મહાશય, દારૂ પીને નશામાં મહિલાઓ સાથે ધમાચકડી કરતા પકડાયા હતા.
વડોદરાવાસીઓને કાયદાનું ભાન કરાવનાર પાલિકાનાં વકીલ/લીગલ એડવાઈઝર જ જાહેરમાં દારૂ પીને આજુબાજુના રહીશો મહિલાઓ સાથે ગેરવર્તન કરતા હતા તેવી ફરિયાદના આધારે બાપોદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસ જ્યારે જીપમાં ધરપકડ કરવા ગઈ ત્યારે વકીલ વિજય વૈરાગી ઘરની બહાર નીકળતા ન હતા. નશામાં ધૂત હતા.ઘરની બહાર કાઢતા કાઢતા પોલીસને દમ આવી ગયો હતો. પાલિકાના લીગલ એડવાઈઝરને દારૂ પીવાની છૂટ હોય છે ? આજુબાજુવાળા રહીશો/મહિલાઓ સાથે ધમાચકડી કરવાની, ગેરવર્તન કરવાની છૂટ મળી જાય છે ?..

કોર્પોરેશનના લીગલ એડ્વાઇઝર વિજય વૈરાગી નશાની હાલતમાં રાત માથે લીધી, પોલીસે કરી અટકાયત
વડોદરા શહેરમાં ભલે પોલીસ દારૂબંધીનો ચુસ્ત અમલ થાય છે અને બુટલેગરો સામે કડક કાર્યવાહી થાય છે એવું દાવો કરતી હોય, પરંતુ હકીકતમાં શહેરમાં બિન્દાસ દેશી–વિદેશી દારૂ વેચાઈ પણ રહ્યો છે અને પીવાઈ પણ રહ્યો છે. છાશવારે રાત્રે નશાની હાલતમાં રખડતા તત્વોને પોલીસ ઝડપી પાડતી રહે છે, જે આ વાતને સ્પષ્ટ કરે છે.હવે એક એવો બનાવ સામે આવ્યો છે કે જેમાં કોર્પોરેશનનાં લીગલ એડ્વાઇઝર વિજય વૈરાગી પોતે જ નશાની હાલતમાં તોફાન મચાવતા ઝડપાયા છે. ગુરુવારે રાત્રે આજવા રોડ પર સોનલ વાટીકામાં રહેતા વકીલ વિજય વૈરાગીએ ચિક્કાર દારૂ પીધો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ, નશાની હાલતમાં વિજય વૈરાગીએ સોસાયટીમાં હોબાળો કર્યો અને સામેની સોસાયટીમાં રહેતી મહિલાને કચરો નાંખવા બાબતે ભારે બબાલ કરી હતી. કંટાળેલા લોકોએ પોલીસને જાણ કરી. બાપોદ પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે વકીલ વિજય વૈરાગી ઘરની બહાર આવવા તૈયાર ન હતો. પોલીસે ઘણી સમજાવટ કર્યા પછી તેમને બહાર લાવી અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઇ ગયા.વિજય વૈરાગીને દારૂબંધીવાળા વડોદરામાં દારૂ ક્યાંથી મળ્યો તેની તપાસ કરવાની માગણી સ્થાનિકોએ કરી છે. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે વિજય વૈરાગી અવારનવાર આવી હરકતો કરતા રહે છે.આ બનાવ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે કોર્પોરેશનના લીગલ એડ્વાઇઝર જેવી પદવી પર બેઠેલો વ્યક્તિ આવી હરકતો કરે તે વાત લોકચર્ચામાં આવી ગઈ છે.


Reporter: admin







