વડોદરા મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક મુકત વડોદરા અભિયાન અંતર્ગત શહેરમાં પ્રથમવાર ક્લોથ બેગ વેંડિંગ મશીન શરૂ કર્યા છે.
હાલમાં ખંડેરાવ બજાર અને ગોરવા શાકબજારમાં મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં નાગરિકો માત્ર પાંચ રૂપિયાના સિક્કા અથવા UPI પેમેન્ટથી ફરી વાપરી શકાય તેવી કાપડની થેલી મેળવી શકે છે. અત્યાર સુધી નાગરિકોએ 415 કાપડની થેલીઓ મશીન મારફતે મેળવી છે, જે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.
આવનારા સમયમાં મોલ, બજાર, બસ સ્ટેન્ડ અને અન્ય જાહેર સ્થળોએ વધુ મશીનો લગાડવાની યોજના છે. નાગરિકોને કાપડની થેલી વાપરવા માટે પ્રોત્સાહિત કરતા મહાનગરપાલિકાએ “પ્લાસ્ટિક છોડો, કાપડ અપનાવો – વડોદરા હરિયાળું બનાવો” એ સંદેશ આપ્યો છે.
Reporter: admin







