News Portal...

Breaking News :

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ

2024-10-31 14:12:09
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ


વડોદરા : સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદ શહેરમાં થયો હતો. તેઓને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ નેતા માનવામાં આવે છે. 


ભારતની એકતા માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા છે. તેમનું સાદું જીવન, અહિંસક વિચારો અને સજાગ નેતૃત્વના માધ્યમથી તેમણે ભારતની આઝાદી માટે ખુબ જ મોટું યોગદાન આપ્યું હતું. એટલું જ નહીં પરંતુ ભારતની એક્તા અને અખંડિતતા માટે ખુબ જ મોટો ફાળો આપ્યો છે. સરદાર પટેલને ભારતની એક્તા જનક કહેવાય છે. સવારે 31 ઓક્ટોબરે દેશભરમાં સરદાર પટેલના જન્મદિવસે તેમના કાર્યને યાદ કરવામાં આવે છે. આ દિવસને "રાષ્ટ્રીય એકતા દિન" તરીકે ઉજવવામાં આવે છે. 


સરદાર વલ્લભભાઈ પટેલના આ પ્રતિષ્ઠિત દિવસે, તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને ભૂલાવવા ન જોઈએ. તેમની વિચારો અને નેતૃત્વ આજે પણ ભારતના લોકો માટે પ્રેરણા બની રહી છે. દેશભરમાં આજના દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડેરી ડેન સર્કલ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરા ના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સાથે નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post