રાજ્યભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત આજે વડોદરા મ.ન.પા. દ્વારા 17.55 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા.જેનું જીવંત પ્રસારણ સર સયાજીરાવ નગર સભાગૃહ ખાતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું.

વિકાસ સપ્તાહની પુર્ણાહુતી પ્રસંગે વડોદરા મ.ન.પા. દ્વારા સુશાસન, સેવા, સમર્પણનાં 24 વર્ષની ઉજવણી હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા 17.55 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે વિધાનસભાના મુખ્યદંડક, ધારાસભ્યો,મ્યુ. કમિશ્નર, મેયર, ડે. મેયર, પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વડોદરા મ.ન.પા. અને ડભોઇ નગરપાલિકાના વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અને પત્રો એનાયત કરવામાં આવ્યા.






Reporter: admin







