નિ સહાય બ્રાઇડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૫ વર્ષ થી અવિરત પણે નિસ્વાર્થ ભાવે સેવા આપતા ડો. સલીમ વ્હોરા દ્રારા આ વર્ષે દિવ્યાંગ અને વિકલાંગ લોકોને દિવાળી પર્વ નિમિતે આજે અનાજ ની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી.

દિવાળી પર્વ નિમિતે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા અને સહાય કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર માં છેલ્લા ૩૫ વર્ષથી વધુ વર્ષ થી દિવ્યાંગ, વિકલાંગો, અને અંધજનો માટે વિવિધ પ્રકારની સહાય અને ધાર્મિક યાત્રાઓ નું આયોજન કરવામાં આવે છે. અને આગામી દિવસોમાં દિવાળી પર્વ તમામ લોકો ઉજવણી કરનાર છે ત્યારે દિવ્યાંગ, અંધજનો, અને વિકલાંગો પણ દિવાળી પણ ધૂમ ધામથી ઉજવણી કરે તે હેતુથી નિ સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા દિવ્યાંગ, અંધજનો, અને વિકલાંગો ને આજે અનાજ ની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી

આ કાર્યકમ માં ૧૫૦ થી દિવ્યાંગ, વિકલાંગો અને અંધજનો લોકો ને અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી. આ કીટમાં ચા, ફરસાણ, મીઠાઈ, મઠિયા, ચોળાફળી, લોટ, હલ્દી, મિર્ચી, મીઠું, ખાંડ, તેલ, ચોખા બેસન આપવામાં આવ્યું હતું. નિ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ, અંધજનો અને વિકલાંગો આપતા તેવોના મોઢા પર અનેરી ખુશી જોવા મળી હતી.




Reporter: admin







