વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

મોટી સંખ્યામાં યોગ સાધકો તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગગુરુઓના માર્ગદર્શનથી ઉપસ્થિત મહાનુભાવોને યોગા કરાવવામાં આવ્યો હતો. જેમાં પ્રાણાયામ, અનુલોમ વિલોમ,તાડાસન વગેરે જેવા યોગ ની મુદ્રાઓ કરાવવામાં આવી હતી.નોંધણી આ બાબત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના 36 જગ્યા ઉપર વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા,સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ,વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, બીજેપી વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહી યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
Reporter: admin







