શહેરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની કેબિન માં મુકાવ્યું સીસીટીવી યુનિટ

આ સીસીટીવી થકી કમિશ્નર અરુણ મહેશ બાબુ રોડ રસ્તા ના ખાડા પાણી નો ભરાવો, ભુવા અને વિકાસ ના કામો નું નિરીક્ષણ આ cctv થકી કરશે.હાલ બદામડી બાગ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થી આનું મોનીટરીંગ થતું હતું જેને હવે કમિશ્નર પણ પોતાની ઓફિસમાં બેસી ની જોઈ શકશે.

અંદાજિત 2,200 કેમેરા સાથે નું કનેકશન અહીં આપવામાં આવ્યું છે,અત્રે ઉલ્લેખનીય છેકે કમિશ્નર અરુણ મહેશ બાબુ એ ત્રણ મહિના અગાઉં વડોદરાના કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો છે, અને એક્શનમાં આવી ગયા છે.બાબુ ઓફિસના કામ ની સાથે cctv પર શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા.
Reporter: admin







