વડોદરા : ડિપાર્ટમેન્ટ ઑફ ડાન્સ, પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ વડોદરા ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે “શ્રી ગુરુભ્યોઃ નમઃ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ડિપાર્ટમેન્ટના ભરતનાટ્યમ અને કથક શાખાના બેચલરથી લઈને માસ્ટર્સ સુધીના શિષ્યોએ ભવ્ય અને મનમોહક નૃત્યપ્રસ્તુતિઓ આપી.સર્વપ્રથમ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ ભરતનાટ્યમ વિભાગ દ્વારા “ગુરુ એવ સર્વમ,” “વિનાયક કૌતુવમ,” “ગુરુદત્તાત્રેય અભંગ” તથા “ગુરુ વંદના” જેવી રોચક રચનાઓ રજૂ કરવામાં આવી.

કથક વિભાગ તરફથી “ચતુરંગ,” “તરાના” અને “સરગમ” જેવી વિવિધ નૃત્ય કૃતીઓ કરવામાં આવી.આ અવસરે પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના માનનીય ડીન પ્રોફેસર ગૌરંગ ભાવસાર તેમજ વિભાગના વરિષ્ઠ શિક્ષકો ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમ દરમિયાન દર્શકોની વિશાળ સંખ્યા ઉમટી પડતાં કાર્યક્રમ વધુ પ્રસંશનીય બની રહ્યો.





Reporter:







