અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુમાડ પાસેથી પોલીસે ઝડપી પાડ્યાલીકવીડ સોનુ મોજાની અંદર ચીકણી માટીમાં ભેળવી છુપાવેલું હતું.

કેમિકલ સાથે ભેળવેલું સોનું એરપોર્ટ પર સ્કેન ન થતું હોવાથી લાભ ઉઠાવ્યો. મંજુસર પોલીસની ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરાઈ. દાણચોરીમાં સુરતનો વિપુલ પટેલ,વડોદરાનો હરીશચંદ્ર સોલંકી અને અમદાવાદનો સબુરઆલમ રાજપૂત સામેલ.
સોનાની ડિલીવરી કરતી વખતે મંજૂસર પોલીસ ત્રાટકી.ત્રણે ઈસમોની લિકવીડ સોનાના જથ્થા સાથે ધરપકડ કરી પોલીસે 8.8 હજારના ઈ-સિગારેટ અને વિદેશીદારૂ પણ કબ્જે લીધો. મુખ્ય સૂત્રધાર અશોક પ્રજાપતિએ અગાઉ પણ આ રીતે સોનુ મંગાવ્યું હતું. સોનાની કસ્ટમ ડ્યૂટી બચાવવા માટે યુક્તિ અપનાવી
Reporter: admin







