વડોદરા: ગંભીરાબ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં એક મૃતદેહ હજુ નથી મળ્યો, ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે.

માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં હીટાચી મશીન સાથે આઠથી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા, જોકે, સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે.આઠથી વધુ લોકોનો ચમત્કારિક બચાવ મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હીટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી.ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે.

આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હીટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું હતું.દુર્ઘટનાનો વીડિયો વાયરલ પુલના સ્લેબ પર આઠ-દસ લોકો પણ ઉભા હતા, જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા, પરંતુ સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહીં થઇ. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે, સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહિ હોવાથી આવા અકસ્માતો સર્જાય છે.આ રસ્તો છે જાહેર રસ્તો, હજારો વાહનો પસાર થાય છે, અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે.
Reporter: admin







