વડોદરા : તરસાલી દિવાળીપુરા સ્લમ કોટર્સના લાભાર્થીઓ સવારથી ધરણા કરી રહ્યા છે રાત થતાં ભૂખ લાગતા વડી કચેરીમાં જમવાનું જ બનાવ્યુ હતું.
જર્જરીત મકાનો મામલે પાલિકાએ તરસાલી સ્લમ કવાટર્સના રહેવાસીઓના વીજળી, પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખ્યા છે.
તરસાલી દિવાળીપુરાના રહેવાસીઓ પહોંચ્યા પાલિકાની વડી કચેરી, પાણી ડ્રેનેજ અને વીજ જોડાણ કપાતા લાભાર્થીઓએ વડી કચેરીની બહાર જ ધરણાં શરૂ કર્યાછે.
વહીવટી તંત્ર જર્જરિત થઈ ગયેલા ખાનગી માલિકીના મકાનો અને સરકારી મકાનો તોડવા અંગે રહીશોને નોટિસો આપે છે તો બીજી બાજુ સરકારી બહુમાળી ઈમારતની બિસ્માર હાલત હોવા છતાં કોઈ કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જેને કારણે સરકારી કચેરીઓમાં રોજબરોજ આવતા અસંખ્ય લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ત્યારે વહીવટી તંત્ર એવો બચાવ કરે છે કે દિવાલ અને છતને થોડું નુકસાન થયું છે બાકી ઇમારત મજબૂત છે.
રાજ્યમાં રાજકોટ ગેમઝોન હોનારત બાદ પણ સરકારી તંત્ર પોતાની આળસ નથી ખંખેરી રહ્યું. વડોદરામાં આવેલી સરકારી ઇમારતો અત્યંત જર્જરિત હોવાં છતાં એસી ઓફિસમાં બેસેલા સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. સરકારી બાબુઓની આ બેદરકારી ભવિષ્યમાં મોટી હોનારત નોતરી શકે છે.
Reporter: News Plus