News Portal...

Breaking News :

વડોદરા મંડળ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણની નાબૂદી વિષય પર વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન

2025-05-29 17:59:55
વડોદરા મંડળ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણની નાબૂદી વિષય પર વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન


પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા 22 મે થી 5 જૂન, 2025 સુધી “પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી” વિષય પર વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન સંચાલિત કરવામાં આવી રહ્યું છે. 


આ પહેલ રેલવે સંકુલો અને ટ્રેનોમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવા તથા પર્યાવરણની સ્થિરતાને પ્રોત્સાહિત કરવા માટેની મંડળની કટિબદ્ધતાને દર્શાવે છે. 22 થી 24 મે સુધી વિશેષ જાગૃતિ અભિયાન હેઠળ શપથ ગ્રહણ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેલવે કર્મચારીઓની સાથે-સાથે સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારી થઈ. આ દરમિયાન પ્લાસ્ટિક કચરાનું મૂલ્યાંકન, નિકાલ અને દેખરેખ માટે પ્રયત્નો કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયા મારફતે ડિજિટલ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું. મંડળના વિવિધ રેલવે સ્ટેશનો, કચેરીઓ અને કોચીઝમાં જાગૃતિ સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું તથા પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડવા અને રિઃસાયકલીંગને પ્રોત્સાહન આપવા માટે કાર્યશાળાઓ અને શેરી નાટકો નું આયોજન કરવામાં આવ્યું. 


પોતાની પાણીની બોટલ રાખો સાથે” જેવા અભિયાનો મારફતે પુનઃ ઉપયોગના યોગ્ય વિકલ્પો અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી. 25 થી 27 મે સુધી ચલાવવામાં આવેલા સ્વચ્છતા અભિયાન હેઠળ કચરાનું વર્ગીકરણ, રિઃસાયકલીંગ તથા સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી. આ ઉપરાંત, સ્થાનિક સમુદાયો અને બિન-સરકારી સંગઠનોના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને પેમ્ફ્લેટ વહેંચવામાં આવ્યા.વડોદરા મંડળ આ અભિગમો મારફતે સ્વચ્છ અને હરીયાળા ભવિષ્યની દિશામાં સતત પ્રયત્નશીલ છે. આ અભિયાન 5 જૂન, 2025 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલુ રહેશે.

Reporter: admin

Related Post