પાવર ગ્રીડ કંપનીના સીએસઆર એક્ટિવિટી મુજબ એસએસજી હોસ્પિટલ ની નજીકમાં દર્દીના સગાઓ ના રહેવા માટે કરોડો રૂપિયાના ખર્ચે બહુમાડી બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે જેમાં અલગ અલગ રૂમો પણ બનાવવામાં આવી છે પરંતુ આ વિશ્રામ સદન કયા કારણોસર બંધ રાખવામાં આવ્યું છે તે પણ એક સવાલ છે
એસએસજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પોતાનો ઈલાજ કરાવા માટે આવતા હોય છે ત્યારે તેમની સાથે તેમના સગાઓ પણ આવતા હોય છે આ સગાના રહેવા માટે આ વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે પરંતુ આ વિશ્રામ સદન ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે
એવા પણ દ્રશ્યો કેદ થયા છે કે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગા બહાર ખુલ્લામાં આરામ કરતા જોવા મળ્યા જ્યારે એસ.એસ.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન ર્ડો રંજન ઐયર ને વિશ્રામ સદન વિશે પૂછતા તેમને કાંઈ પણ બોલવાની ના પાડી દીધી હતી તો સવાલ ઊભા થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું વિશ્રામ સદન કોના માટે બનાવેલું જો સેવા ભાવના માટે બનાવેલું હોય તો બંધ હાલતમાં કેમ
Reporter: News Plus