News Portal...

Breaking News :

વડોદરાના એમ.એસ. યુનિવર્સિટી રમત સંકુલ ખાતે યોગ શિબિર યોજાઈ

2024-06-08 16:00:45
વડોદરાના એમ.એસ. યુનિવર્સિટી રમત સંકુલ ખાતે યોગ શિબિર યોજાઈ


ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.. 


ત્યારે  “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી અંતર્ગત વડોદરાના એમ.એસ. યુનિવર્સીટી રમત સંકુલ ખાતે યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવકશ્રી શીશપાલજીના અધ્યક્ષસ્થાને આજરોજ યોજાઇ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે, આપણા દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોગ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના માનસિક અને  સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેમાટે છે. 


ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ૨૧ મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત 100 Days to go ની થીમ સાથે ૧૦૦ દિવસના કાઉન્ટ ડાઉનના ભાગરૂપે આજે વડોદરા ખાતે  યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યુ હતું. વડોદરામાં ૪૦૦થી વધુ  સ્થળોએ યોગનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.આ શિબિરમાં અંદાજિત ૨૦૦૦ જેટલા યોગ  શિક્ષકો અને યોગ સાધકો જોડાયા હતા. રાજ્ય યોગ બોર્ડના ચેરમેન  શીશપાલજીની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાના યોગ શિક્ષકો અને યોગ સાધકોને  વિશ્વ યોગ દિવસની  ઉજવણી સંદર્ભે માર્ગદર્શન મેળવ્યું હતું.આ શિબિરમાં વડોદરા ના કોઓર્ડીનેટર સુનિલ પટેલ, મીનાક્ષીબેન પરમાર અને ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા ઝોન કો-ઓર્ડીનેટર જયનાબેન પાઠક અને  રાજ્ય કો-ઓર્ડીનેટર રાજેશભાઈ પંચાલ સહિત યોગ શિક્ષકો અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. 

Reporter: News Plus

Related Post