News Portal...

Breaking News :

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની વાડી પોલીસ મથકે ફરિયાદ

2024-06-08 18:19:34
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની વાડી પોલીસ મથકે ફરિયાદ


વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામી સામે દુષ્કર્મ ની ફરિયાદનોંધાતા સત્સંગીમાં ચકચાર મચી છે. ફરિયાદી કરવા યુવતી વાડી પોલીસ મથકે પહોંચી હતી.


વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી તરીકે તે સમયે ફરજ જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની કથિત ફરિયાદને પગલે વડતાલ તાબાના સ્વામિનારાયણ સત્સંગીમાં રોષ જોવા મળ્યો છે.સન 2016 માં 14 વર્ષીય કિશોરી સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઈ હતી.જગતપાવન સ્વામી કિશોરીના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે કિશોરી માટે જગત પાવન સ્વામી  ગિફ્ટ લાવવાની વાતો કરતા હોવાનું ફરિયાદી એ જણાવ્યું હતું.તેમજ કિશોરી સાથે ફોન પર અભદ્ર વાતો કરતા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું.


સન 2016 માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી રૂમ માં બોલાવી દુષ્કર્મ આચર્યાના આરોપ મુકાયો છે. સન 2016 માં ઉંમર નાની હોવાથી કોઈએ કિશોરીની વાત ગંભીરતા થી ન લીધી. હવે 22 વર્ષે હિંમત આવતા વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જગતપાવન સ્વામી પાસે ન્યૂડ ફોટા અને વીડિયો હોવાથી દૂર કરાવવા માંગ કરવામાં આવી છે. તેમજ જગતપાવન સ્વામી ને કડક સજા ની માંગ કરાઈ છે.હાલ વડતાલ ખાતે  જગતપાવન સ્વામી રહેછે.આ કૃત્યમાં કોણ સામેલ હતા તેમ પૂછતા યુવતીએ HP સ્વામી,KP સ્વામી,અને JP સ્વામી ના નામનો કર્યો ઉલ્લેખ છે.

Reporter: News Plus

Related Post