કરજણ તાલુકાના સંભોઇ ગામે અંદાજીત 4 વર્ષ પહેલાં કરજણ પાદરા તાલુકાને જોડતા ઢાઢર નદી ઉપર બનાવવામાં આવેલ બ્રિજ ના પાયા બેસતા તંત્ર દોડતું થયું હતું.
કરોડો રૂપિયા ના ખર્ચે બનાવેલ બ્રિજ ની મજબૂતાઈ ના પાયા હચમચતા તંત્ર દ્વારા ઢાક પીછોડા કરવા માટે મશીનરી લગાવી પાયા માં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે.સ્થાનિકો દ્વારા બ્રિજ ની કામગીરીને લઈ સવાલો કર્યા છે સ્થાનિકો બ્રિજ ના પાયા બેસ્યા નો આક્ષેપ કરી રહ્યા છે,
બીજી તરફ ચોમાસુ સામે હોય અને વરસાદ માં નદી માં પાણી આવશે તો માટી કામ થઈ રહ્યું છે એ ધોવાશે અને જો કાઈ અનહોની બને તો જવાદર કોણ એ સ્થાનિકો સવાલ કરી રહ્યા છે આ બાબતે કરજણ નાયબ કાર્યપાલ ઈજનેર ને ટેલિફોનિક સમ્પર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો.
Reporter: News Plus