News Portal...

Breaking News :

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરી એક વાર સાવલી વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂ પકડી પાડયો

2025-09-20 15:35:18
વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરી એક વાર સાવલી વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂ પકડી પાડયો


વડોદરા જિલ્લા પોલીસ મહા નિરીક્ષક સંદીપ સિંગ અને જિલ્લા અધિક્ષક સુશીલ અગ્રવાલ વડોદરા ગ્રામ્યની અધ્યક્ષતામાં ઓપરેશન પરાક્રમને મળી મોટી સફળતા 



ઓપરેશન પરાક્રમ હેઠળ દેસી વિદેશી ચાલતા દારૂ નાં વિરોધમાં ઓપરેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મળી મોટી સફળતા સાવલી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં હે.કો.જીતેન્દ્રસિંહ , હે.કો. ધવલ સિંહ, કો.ચિરાગ ભાઈ  દ્વારા ચોકસ બાતમી નાં આધારે  દેસી બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડયો. ભાદરવા ચોકડી પાસે બગલી વાડી નાર માંથી જમીન માં દાટેલા પિપમાં છુપાવેલ વિદેશી ભારતીય બનાવટનો દારૂ મોટી માત્રામાં છુપાયેલ હતો. 


લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે રેડ કરતા સાવલી ભાદરવા ચોકડી પાસે ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો ભારતીય બનાવટનો વીદેશી દારૂ પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૫૨૮, બીયર નંગ-૪૩૨ તથા કાંચની બોટલ નંગ-૦૯ મળી કુલ નંગ-૯૬૯ કુલ કિંમત નો રૂ.૨,૬૧,૮૬૪/- નો પ્રોહીબિશનલ મુદ્દામાલ સાથે આરોપી પૂનમ ભાઈ જયંતી ભાઈ માળીને જડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય આશરે દસ દિવસ પેલા જ આજવિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં દારૂ પકડી પાડયો હતો હવે ફરી એક વાર રેડ થતાં બૂટલેગરો માં ફફડાટ

Reporter:

Related Post