News Portal...

Breaking News :

એશિયા કપમાં અર્શદીપનો ધમાકો: T20માં 100મી વિકેટ લઈ સૌથી ઝડપી ફાસ્ટ બોલર બન્યો

2025-09-20 15:25:06
એશિયા કપમાં અર્શદીપનો ધમાકો: T20માં 100મી વિકેટ લઈ સૌથી ઝડપી ફાસ્ટ બોલર બન્યો


અબુ ધાબી: એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાએ ઓમાન સામેની મેચ 21 રનથી જીતી લીધી છે. આ મેચ ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે એક ખાસ પ્રસંગ બની રહી, કારણ કે તેણે આ મેચમાં તેની 100મી T20 વિકેટ પૂરી કરી છે. અર્શદીપ સિંહ આ રેકોર્ડ સર્જનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.




અર્શદીપ સિંહે 2022માં ન્યુઝીલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે વિકેટ ઝડપવામાં સતત સફળ રહ્યો છે. જોકે તાજેતરમાં ઓમાન સામેની T20 મેચમાં તેનું પ્રદર્શન જોઈએ તેવું સારું ન હતું. લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરતા, તે ફોર્મમાં નહોતો. તે પાવરપ્લેમાં વિકેટ લેવામાં નિષ્ફળ ગયો અને તેના રિટર્ન સ્પેલમાં પણ ઘણા રન આપ્યા હતા. મેચની છેલ્લી ઓવર અર્શદીપના ભાગમાં આવી હતી અને ઓમાનનો વિનાયક શુક્લા રમી રહ્યો હતો. ઓવરના પહેલા શોર્ટ બોલ પર વિનાયક શુક્લાએ પુલ શોટનો પ્રયાસ કર્યો, જેના પરિણામે બોલ હવામાં ઉછળ્યો અને મિડ-ઓન પર રિંકુ સિંહે તેનો કેચ પકડ્યો હતો. 


આમ, અર્શદીપ સિંહે પોતાની 100મી વિકેટ પૂરી કરી છે.જોકે, અર્શદીપ સિંહને પોતાની 100 વિકેટ પૂરી કરવા માટે તેને થોડી રાહ જોવી પડી હતી. જાન્યુઆરી 2025માં ઇંગ્લેન્ડ સામેની છેલ્લી બે મેચોમાં તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. જેથી તે 99 વિકેટ પર અટકી ગયો હતો. ત્યાર બાદ એશિયા કપ પહેલા કોઈ T20 મેચ ન હોવાથી આ સિદ્ધિ માટે તેને આઠ મહિનાનો સમય લાગ્યો. એશિયા કપમાં પણ પ્રથમ બે મેચમાં ભારતે માત્ર એક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાથે રમવાનું પસંદ કર્યું હતું, જેના કારણે તેની રાહ વધુ લાંબી થઈ. આખરે ત્રીજી મેચમાં તેને તક મળી અને તેણે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી છે.

Reporter: admin

Related Post