અમદાવાદ :મુંબઈમાં રત્નનો વેપાર કરતા વેપારીને અમદાવાદના ચાર પોલીસ કર્મચારીએ લૂંટી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
વેપારી તેમના ભાઈ સાથે રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકના જવાનોએ તેમને રોક્યા હતા અને ક્રિકેટસટ્ટાનો કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપીને 20 લાખની માગ કરી હતી. એ બાદ 5.88 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો, જેમાં વેપારીએ એક લાખ રૂપિયા રોકડ આપ્યા હતા, જ્યારે 4.88 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વેપારી 17 ઓગસ્ટે રોજ કાર લઈને જઈ રહ્યા હતા. આ ઘટનાની વિગત એવી છે કે મુંબઈમાં આવેલા મીરા-ભાયંદર રોડ પરના રામદેવ એન્કલેવમાં રહેતા વજેરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાર પોલીસકર્મચારી વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. વજેરામ ગુર્જર મૂળ રાજસ્થાનના વતની છે અને ઘણાં વર્ષોથી પરિવાર સાથે મુંબઈમાં રહે છે.
વજેરામનો અંધેરી ખાતે આવેલા સાગર શોપિગ કોમ્પ્લેક્સમાં સી. એમ. જેમ્સ નામનો શોરૂમ છે, જેમાં તેઓ રત્નોનો વેપાર કરે છે. 17 ઓગસ્ટે વજેરામ અને તેનો કૌટુંબિક ભાઈ દિનેશ ગુર્જર કાર લઈને રાજસ્થાનથી પરત મુંબઈ જઈ રહ્યા હતા.વેપારીની કારના ચેકિંગમાં કંઈ ન મળતાં કેબિનમાં લઈ ગયા દરમિયાન સાંજના ચાર વાગ્યાની આસપાસ કાર એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે પહોંચી હતી. સર્કલ પર ચાર પોલીસકર્મચારીએ ઈશારો કરીને વજેરામની કાર રોકી હતી. બે પોલીસકર્મચારીએ સફેદ કલરનો શર્ટ અને વાદળી કલરનું પેન્ટ પહેર્યું હતું, જ્યારે અન્ય એક પોલીસકર્મચારીએ ખાખી કલરની વર્દી પહેરી હતી, જ્યારે એક પોલીસકર્મચારી સાદાં કપડાંમાં હતો. ચારેય પોલીસકર્મીએ ગાડીનું ચેકિંગ કર્યું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નહોતી. ચારેય પોલીસકર્મીએ વજેરામ અને દિનેશને કારમાંથી ઉતારીને પોલીસ કેબિનમાં લઈને ગયા હતા, જ્યાં ચારેય વજેરામનો ફોન ચેક કરવા લાગ્યા હતા.
Reporter: admin







