News Portal...

Breaking News :

પૂર્વ સીએમ વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો આવ્યા જ નહીં.

2025-06-21 10:06:41
પૂર્વ સીએમ વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો આવ્યા જ નહીં.


વિજયભાઇનો વડોદરા સાથેનો સંબંધ ગણો જુનો, તેમની સાસરી પણ વડોદરા જ છે...




અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રુપાણીનું નિધન થયું છે. ત્યારબાદ ભાજપ દ્વારા પ્રત્યેક શહેરોમાં પ્રાર્થના સભા યોજીને સ્વ.વિજય રુપાણી અને પ્લેન ક્રેશ દૂર્ઘટનાના તમામ દિવગંતોને શ્રદ્ધાંજલિ અપાઇ રહી છે. જો કે વડોદરા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી પ્રાર્થના સભામાં 70 થી 80 ટકા ખુરશીઓ ખાલી હતી. ભાજપના કાર્યકરો પૂર્વ સીએમની પ્રાર્થના સભામાં આવ્યા ન હતા અને તે જ પુરવાર કરે છે કે ભાજપના કાર્યકરોમાં હવે સંવેદના મરી પરવારી છે. પોતાની જ પાર્ટીના પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં કાર્યકરો અને નેતાઓ હાજર ના રહે તે શરમજનક વાત છે.ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. જિલ્લા ભાજપે તો હોદ્દેદારોની નિમણુકો કરી દીધેલી છે અને મોરચા બનાવ્યા છે અને એટલા હોદ્દેદારો પણ આ પ્રાર્થનાસભામાં આવ્યા હોત તો આટલી મોટી સંખ્યામાં ખુરશીઓ ખાલી ના રહેત. ખુદ જિલ્લા ભાજપના કાર્યકરો જ જિલ્લા ભાજપના કાર્યાલય પર આવતા નથી તેનો આ પુરાવો છે. નવાઇની વાત એ છે કે નવા પ્રમુખે જેમની નવી નિમણુંક કરી એ તો દેખાયા ન હતા.  માહીતી છે કે આ લોકો પ્રાથમિક સભ્યો પણ નથી.પૂર્વ મુખ્યમંત્રીની શોક સભામાં જ જો આવી પરિસ્થિતિ હોય તે શરમજનક છે. હવે પુરવાર થઇ ગયું છે કે આ લોકો ભાજપના કાર્યકર કે હોદ્દાદારો બનીને  ફક્ત રૂપિયા કમાવવા જ આવે છે.  ભાજપની હાલત એવી થઇ ગઇ છે કે જુના અને સંનિષ્ઠ કાર્યકરો ખુરશીઓ સાફ કરે છે બીજી બાજુ આગેવાનો દ્વારા તેમની સતત અવગણના કરાઇ રહી છે. મુખ્યમંત્રીની શોકસભામાં અપેક્ષીતોને હાજર રહેવા જણાવાયેલું હતું પણ આમ છતાં પક્ષ પ્રમુખના આદેશની અવગણના કરાઇ હતી અને મોટાભાગના હોદ્દેદારો અને કાર્યકરો આવ્યા જ ન હતા. સ્વ.વિજય રુપાણી માત્ર ભાજપના જ નહીં પણ આખા રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેથી આ શોકસભામાં તમામ લોકો આવી શકે છે. અમુક લોકોને આવવું તેવું લખીને બુદ્ધીનું પ્રદર્શન કરાયું છે.  



અપેક્ષિતો જ ના આવ્યા 
જિલ્લા પ્રમુખ રસિકભાઇએ તમામ આગેવાનો અને કાર્યકરોને સંદેશો મોકલ્યો હતો કે  આપણા સૌના માર્ગદર્શક અને પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજી અને અન્ય મુસાફરો સાથે અમદાવાદથી લંડન જતી ફ્લાઈટને અમદાવાદ ખાતે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 241 જેટલા મુસાફરો અને બીજા કેટલાક  નાગરિકોનું આ પ્લેન દુર્ઘટનામાં અકાળે દુઃખદ અવસાન થયેલ છે જે તમામ દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે વડોદરા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૫ ને ગુરૂવારના રોજ બપોરે 3  થી 5 દરમ્યાન પ્રાર્થના સભા અને શ્રદ્ધા સુમન અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સાંસદો અને પૂર્વ સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, જીલ્લા ભાજપના સૌ હોદેદારો, કારોબારી સભ્યો અને જીલ્લાના સૌ પૂર્વ હોદેદારો તેમજ પૂર્વ પ્રમુખો, જીલ્લા મોરચાના સૌ હોદેદારો, કારોબારી સભ્યો અને જિલ્લા મોરચાના સૌ પૂર્વ હોદેદારો, મંડળના સૌ હોદેદારો અને કારોબારી સભ્યો તેમજ મંડળ મોરચાના સૌ હોદેદારો અને કારોબારી સભ્યો, જીલ્લા સેલના મંડળ સેલના સૌ હોદેદાર જીલ્લા પંચાયત/ તાલુકા પંચાયત અને નગર પાલિકાના સૌ સભ્યો તેમજ સરપંચો, જિલ્લાના સૌ સહકારી આગેવાનો અને તાલુકા સહકારી ક્ષેત્રના સૌ આગેવાનો અને દરેક મંડળના સૌ સક્રિય સભ્યો અને બુથ સમિતિના સૌ સભ્યો તેમજ શુભેચ્છકોને હાજર રહેવા જણાવ્યું હતું. આમ છતાં આ જ અપેક્ષિતો આવ્યા ન હતા.  

સ્વ. રુપાણીજીને તત્કાળ સારવાર અપાઇ હતી. 
ગત ફેબ્રુઆરી 2021માં મુખ્યમંત્રી રહેલા સ્વ.વિજય રુપાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પક્ષનો પ્રચાર કરવા વડોદરા આવ્યા હતા. જ્યાં નિઝામપુરામાં તેઓ સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ વ્યસ્ત ચૂંટણી પ્રચાર કાર્યક્રમને કારણે તેમનું બ્લડ પ્રેશર ઘટી જતાં ભાષણ કરતા કરતા જ ઢળી પડ્યા હતા.સ્ટેજ પર જ તેમને તત્કાળ સારવાર અપાઇ હતી અને ત્યારબાદ તેમને અમદાવાદ લઇ જવાયા હતા. વિજયભાઇનો વડોદરા સાથેનો સંબંધ ગણો જુનો હતો. તેમની સાસરી પણ વડોદરા જ છે. આમ છતાં પ્રાર્થના સભામાં કોઇ મોટા નેતાઓ આવ્યા ન હતા તે શરમજનક છે.

Reporter: admin

Related Post