ચોમાસાને લઇ વડોદરામાં જિલ્લા વહીવટી તંત્રએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો. જે અંતર્ગત ચોમાસામાં આપત્તિ સમયે નાગરિકો માટે ફોન નંબર જાહેર કરાયા છે.
જેમાં નાગરિકો આપત્તિ સમયે મદદ માટે 1077 અથવા 0265-2427592 નંબર પર કોલ કરી શકે છે. જિલ્લા અને તમામ તાલુકા મથકો ખાતે 24*7 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ વરસાદી માહોલને અનુલક્ષીને જો કદાચ વાવાઝોડું, અતિવૃષ્ટિ તેમજ પૂર જેવી કોઈ પરિસ્થિતિઓ સર્જાય તેને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કર્યું છે.
વાવાઝોડું, અતિવૃષ્ટિ તેમજ પૂર જેવી કુદરતી આપત્તિઓના સમયે નાગરિકોની સેવામાં કાર્યરત રહેવા જિલ્લા કક્ષા અને તમામ તાલુકા મથકો ખાતે 24*7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.આ સાથે જ જિલ્લામાં ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, વનવિભાગ, માર્ગ-મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તેમજ જિલ્લા -પંચાયત દ્વારા પણ નાગરિકો માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પણ નક્કર આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: News Plus