ડેસર- સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ રાઉલજીનો CNG પેટ્રોલ પંપ આવેલો છે,ડેસર- સાવલી માર્ગ ઉપર વિશ્વા પેટ્રોલ પંપ ઉપર હિસાબમાં થયા ગોટાળા,રૂપિયા ૬૦ લાખ નો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના મેનેજર સહિત પાંચ કર્મચારીઓને ગેરકાયદેસર પોતાની ઓફિસમાં ચાર કલાક ગોધી રાખીને કુલદીપસિંહ રાઉલજી દ્વારા જબરજસ્તી કબુલાત કરાવી ને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
જબરજસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર અમે પૈસાની ઉચાપત કરી છે તેવું લખાણ લખાવી 60 લાખ પરત કરવા માંગણી કરી. આ વાત કોઈને પણ કહેશો તો પાંચેવ ને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી,પેટ્રોલ પંપ ના મેનેજર દ્વારા પોતાના મોબાઈલ ઉપર ત્રણ કલાક નું ઓડિયો રેકોર્ડિંગ કર્યું
કુલદીપ સિંહ સતત ગાળો અને ધમકી આપતા સાંભળવા મળ્યા,ગભરાઈ ગયેલા પેટ્રોલ પંપના મેનેજર સહિત ફિલરો દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી,ગત વિધાનસભાની ચૂંટણી સાવલી બેઠક ઉપરથી કોંગ્રેસના બેનર ઉપર કુલદીપસિંહ રાઉલજી લડ્યા હતા ચૂંટણી હારી જતા પુન: ભાજપમાં જોડાયા હતા.લોકસભાની ચૂંટણી વખતે કુલદીપસિંહ રાઉલજી ને ભાજપે ડભોઈ ના પ્રભારી તરીકે નો કાર્યભાર સોંપ્યો હતો,
Reporter: News Plus