News Portal...

Breaking News :

કોલેરાના રોગ બાદ હવે પાલિકાના માથે મેલેરિયાનો મંડાતો ખતરો

2024-07-13 10:57:38
કોલેરાના રોગ બાદ હવે પાલિકાના માથે મેલેરિયાનો મંડાતો ખતરો


શહેરમાં એક તરફ પાણીજન્ય રોગચાળો કોલેરાના વાવડને લઈને દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ માંડવી વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવને પગલે મલેરિયા જેવા રોગને જાને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. 


પાલિકા દ્વારા આ વિસ્તારમાં યોગ્ય દિશામાં કામગીરી થઈ નથી જેના કારણે આ વિસ્તારમાં મલેરિયાના દર્દીઓ આવનારા સમયમાં જોવા મળે તો નવાઈ નહીં .શહેરના ચાર દરવાજા વિસ્તારમાં મોટાપાયે મચ્છરોનું બ્રિડિંગ જોવા મળ્યું છે .આ વિસ્તારમાં ચોમાસાનું સંગ્રહિત થયેલા પાણીનો યોગ્ય નિકાલ ન કરાતાં એ પાણીમાં મચ્છરના પોરા જોવા મળતા સ્થાનિક રહીશોમાં મેલેરિયાના રોગને લઈને ગભરાહટ પેદા થઈ છે. મહત્વનું છે કે એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણને પગલે શંકાસ્પદ કોલેરાના દર્દીઓ મળી આવ્યાં છે તો બીજી તરફ વરસાદી ઋતુને કારણે ચાર દરવાજા વિસ્તારમાં પાણીના સંગ્રહિત ખાબોચિયામાં મચ્છરના પોરા મળી આવતાં આ વિસ્તારમાં મેલેરિયાના રોગ વકરી શકે એવી સંભાવના હાલ દેખાઈ રહી છે. સામાન્ય રીતે વર્ષાઋતુ ની અંદર મલેરિયાના કેસો દરેક જગ્યાએ મળતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર નાબૂદી ને લઈને યોગ્ય કામગીરી પણ કરવામાં આવતી હોય છે.


આ કામગીરીમાં ખાસ કરીને રહેણાક વિસ્તારમાં ફોગિંગ કરવું પાણીની ટાંકીઓમાં એબેટ નામની દવા નાખવાની ઉપરાંત ગપ્પી ફીશ દ્વારા મોટા સંગ્રહિત થયેલ મોટા પાણીના જથ્થામાં આ ફિશને નાંખવાની કામગીરીનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારના ની દિશા નિર્દેશ મુજબ પ્રતિ વર્ષ ચોમાસાની સિઝનમાં આ પ્રકારની કામગીરી કરીને તેનું રિપોર્ટિંગ રાજ્ય કક્ષાના આરોગ્ય વિભાગ સુધી કરવાનું હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે કે કેમ તેવા સવાલ પણ અહીં ઉપસ્થિત થયા છે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ દિશામાંજો ઉપરોક્ત કામગીરી કરવામાં આવી હોય તો ચાર દરવાજા વિસ્તારમાં મચ્છરોના બ્રિડિંગને અટકાવી તેના ઉપર અંકુશ લાવી શકાતો હોત. હાલ તો મચ્છરોના ઉપદ્રવને કારણે ચાર દરવાજા વિસ્તારના રહીશોમાં મેલેરિયાના તાવને લઈને ચિંતા ઉભી થઇ છે. આ વિસ્તારના સામાજિક કાર્યકર ફારૂક સોનીએ પાલિકાના આરોગ્ય વિભાગને આ બાબતે ત્વરિત કામગીરી કરવા અંગે રજુઆત કરી છે.

Reporter: News Plus

Related Post