નવી દિલ્હી: કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા ચોંકાવારો રિપોર્ટ બહાર પાડ્યો છે.
રિપોર્ટ મુજબ દેશમાં નોટબંધી, જીએસટી અને કોરોના મહામારીના કારણે એટલે કે સાત વર્ષની અંદર ઈનફૉર્મલ સેક્ટરમાં લગબગ 16.45 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે. મંત્રાલય દ્વારા વર્ષ 2015-16 બાદ પ્રથમવાર ઈન્કોર્પોરેટેડ એન્ટરપ્રાઇઝિસના 2021-22 અને 2022-23નો ડેટા જાહેર કર્યો છે.રિપોર્ટ મુજબ દેશમાં ઈનફૉર્મલ સેક્ટરમાં કામ કરનારાઓની સંખ્યા 2015-16માં 11.13 કરોડ હતી, જેની સામે વર્ષ 2022-23માં 16.45 લાખ (1.5 ટકા) ઘટીને 10.96 લાખ પર પહોંચી ગઈ છે.
વર્ષ 2016માં નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, જુલાઈ 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 2020માં દેશમાં કોરોના મહામારીની એન્ટ્રી થઈ હતી. અસંગઠિત સાહસોના વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ 2015-16માં ઈન્કોર્પોરેટેડ એન્ટરપ્રાઇઝિસની સંખ્યા 6.33 કરોડ હતી, જેમાં 2022-23માં વધારો થઈને 6.50 કરોડ પર પહોંચી ગયો છે. જોકે નોટબંધી, જીએસટી અને કોરોના ના કારણે સૌથી વધુ ઈનફૉર્મલ સેક્ટરને નુકસાન વેઠવું પડ્યું છે.
Reporter: News Plus