મુંબઈ : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભામાં ગઈકાલે વિધાન પરિષદ (MLC)ની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જેમાં મહાવિકાસ અઘાડીના સાથી પક્ષોને મોટો ફટકો પડ્યો છે.
આ ચૂંટણીમાં એનડીએએ પોતાની તમામ બેઠકો જીતી છે. મળતા અહેવાલો મુજબ 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પાંચ,શિંદેની શિવસેના અને અજિતની એનસીપીએ બે-બે બેઠકો જીતી છે, જ્યારે MVA તરફથી કોંગ્રેસ અને શિવસેના યુબીટીએ એક-એક બેઠક જીતી છે.એમએલસી ચૂંટણીમાં સૌથી મોટો ફટકો કોંગ્રેસનો પડ્યો છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીના 7-8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં પાર્ટીનો વોટો વહેંચાઈ ગયા છે. બીજીતરફ શરદ પવારની પાર્ટી અજિત પવારની NCPના ધારાસભ્યોનો અને ઉદ્ધવ ઠાકરેની યુબીટી પાર્ટી એકનાથ શિંદેની શિવસેના પાર્ટીના ધારાસભ્યોને મત મેળવવામાં સફળ થઈ નથી.ઉલ્લેખનિય છે કે, ભાજપ, શિવસેના અને એનસીપીની મહાયુતિ ગઠબંધનના નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેઓની જીત થઈ છે. જ્યારે મહાવિકાસ અઘાડીના ત્રણ ઉમેદવારોની જીત થી છે.
કોણ-કોણ જીત્યું, જુઓ યાદી
ભાજપના ઉમેદવાર
(1) પંકજા મુંડે - જીત્યા
(2) પરિણય ફુકે - જીત્યા
(3) સદભાવ ખોટ - જીત્યા
(4) અમિત ગોરખે - જીત્યો
(5) યોગેશ ટીલેકર - જીત્યા
NCP (અજિત પવાર)
(1) શિવાજીરાવ ગર્જે - જીત્યા
(2) રાજેશ વિટેકર - જીત્યા
શિવસેના (શિંદે)
(1) કૃપાલ તુમને - જીત્યા
(2) ભાવના ગવલી - જીત્યા
MVA ઉમેદવાર (કોંગ્રેસ)
(1) પ્રજ્ઞા સાતવ - જીત્યા
શિવસેના (UBT)
(1) મિલિંદ નાર્વેકર - જીત્યા
NCP-(શરદ પવાર)
(1) જયંત પાટીલ - હાર્યા
Reporter: News Plus