શહેરના વિવિધ વિસ્તારોમાં 6 યુનિટ પર ઇન્સપેક્શન, 7 નમૂનાઓ લેવાયા

મકરપુરા, ગોરવા, વાઘોડિયા રોડ અને ન્યુ સમા વિસ્તારના રેસ્ટોરન્ટ-ડેરીમાં કાર્યવાહી
વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી. આ દરમિયાન 6 જેટલા ખાદ્ય પદાર્થોના યુનિટ પર ઇન્સપેક્શન કરીને કુલ 7 નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા. મકરપુરા રોડ પર આવેલા દુર્ગા રેસ્ટોરાંમાંથી મરચું પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલાના નમૂનાઓ લેવામાં આવ્યા, જ્યારે બરોડા ડેરી સામે આવેલા અજય હોટલમાં પણ ઇન્સપેક્શન થયું.
ગોરવામાં કેક અને લુઝ દૂધના નમૂનાઓ
ગોરવા વિસ્તારમાં પ્યોર ફુડ્સ ઉત્પાદક પેઢીમાં ઇન્સપેક્શન દરમિયાન ગાયના લુઝ દૂધનો નમૂનો લેવાયો. આ ઉપરાંત, પી.આર. ફૂડ્સ ઉત્પાદક પેઢીમાં બ્લેક ફોરેસ્ટ કેકનો નમૂનો પણ તપાસ માટે સીલ કરાયો. ખોરાક શાખાના અધિકારીઓએ જણાવ્યું કે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલીને રિપોર્ટ આધારે જરૂરી પગલાં લેવાશે.
ડેરી રિટેલર્સમાંથી પણ નમૂનાઓ
વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે શ્રીનાથજી ડેરી રિટેલરમાંથી ધીનો નમૂનો અને ન્યુ સમા રોડ પર શ્રી ઉમીયા ડેરી રિટેલરમાંથી ગાયના દૂધનો નમૂનો લેવામાં આવ્યો. ખોરાક શાખાએ ચેતવણી આપી છે કે નિયમોનું પાલન ન કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી થશે.
Reporter: admin







