- NIA અને ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાંથી એક ઈસમને ઝડપી પડ્યો
- આસામના ફરિયાદીએ રૂ. 1.5 લાખ વડોદરાન એજન્ટ મનીષ હિંગુને આપ્યા હતા.
વિયેતનામના કંબોડીયા ખાતે નોકરી આપવાના બહાને છેતરપિંડીના ગોટાળાનો ઘટસ્ફોટ થયો છે. કંબોડિયામાં 35 દિવસ સુધી બંધક બનાવ્યા બાદ લોકોને સ્વદેશ પરત લવાયા અને ત્યાર બાદ હવે તપાસનો દોર NIA એ સંભાળ્યો છે. આ તપાસનો દોર વડોદરા સુધી પહોંચ્યો છે.
નોકરીવાંચ્છુઓ પાસેથી લખો રૂપિયા ખંખેરી લઈને વિદેશમાં નોકરી અપાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિયેતનામના કંબોડીયા ખાતે મોટું જોબ સ્કેમ બહાર આવ્યું હતું. જેમાં મૂળ ભારતીયો ફસાયા હતા. આ લોકોને ત્યાં પહોંચ્યા બાદ પાસપોર્ટ લઈને ત્રાસ આપવામાં આવ્યો હતો. બંધક બનાવી તેઓ ઉપર ત્રાસ ગુજારાતો હોવાનું બહાર આવતા વિદેશ મંત્રાલયે આવા પીડિતોને છોડાવી સ્વદેશ પરત લાવવાની તૈયારીઓ કરી નાખી હતી. આ સમગ્ર મામલે દીનબંધુ શાહુ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી જેનો રેલો વડોદરા આવ્યો હતો. દિનબંધુ શાહુ નામની વ્યક્તિને નોકરીની લાલચ આપીને વિયેતનામ મોકલ્યો હતો અને ત્યાંથી કંબોડિયા મોકલીને 35થી વધુ દિવસ સુધી બંધક બનાવ્યો હતો. દિનબંધુ શાહુએ લોન લઇને મનીષ હિંગુને 1.50 લાખ રૂપિયા ફી ચૂકવી હતી. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી UES જોબ કન્સલ્ટન્સીની ઓફિસ પર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ NIAના આધિકારીઓએ મળીને રેડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી. દિનબંધુ શાહુએ કરેલી પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે કોઈએ મને UES JOBS1 નામના વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો અને મને વિયેતનામમાં નોકરીની તકની જાણ થઈ હતી અને મેં UESની ઓફિસનો સંપર્ક કર્યો હતો. 17 જુલાઈ-2023ના રોજ UESના એમડી મનીષ હિંગુ સાથે વાત કરી હતી અને તેમણે મને ખાતરી આપી હતી કે, કોઈ સમસ્યા નથી અને જો કોઈ સમસ્યા હશે તો તેઓ કાળજી લેશે અને મને સુરક્ષિત લાવશે. મેં સંબંધીઓ પાસેથી લોન લઈને પૈસાની વ્યવસ્થા કરી હતી અને મનીષને 1.50 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસે હાલ તો સુભાનપુરા સ્થિત ઓફિસ ખાતે તપાસ કરી છે.
કંબોડિયામાં ડેટા એન્ટ્રીની જોબના બહાને લઇ જઇને ભારતીય યુવાનો પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતીયોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થયા બાદ ભારતીય વિદેશ મંત્રાલય એક્શનમાં આવ્યું હતું અને તમામ નાગરિકોને પરત લાવવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી NIAને સોંપવામાં આવી હતી અને હવે આ કેસની તપાસનો રેલો વડોદરા સુધી પહોંચ્યો છે.
Reporter: News Plus