શહેરમાં છાટકા બનેલ અસામાજિક તત્વો પર ફંડો કસવા રજૂઆત

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોષી તથા શહેર કોંગ્રેસ આગેવાનો આજે પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. તેમણે માંગ કરી હતી કે ગણપતિના પવિત્ર તહેવાર દરમિયાન જો કોઈ અસામાજિક કે લુખ્ખા તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે તો તેમના સામે તાત્કાલિક અને સખત કાર્યવાહી કરવામાં આવે.આવેદનપત્રમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં છટકાબંધ અસામાજિક પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે, જેના કારણે નાગરિકોમાં અસુરક્ષાની લાગણી પેદા થાય છે.
આવા તત્વોને કડક સજા મળે અને કાયદાની અસરકારક અમલવારી થાય તે માટે પોલીસે ખાસ સતર્કતા દાખવવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું કે શહેરના દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે, તેમજ તહેવાર દરમિયાન ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે જેથી નાગરિકો નિરાંતે તહેવાર ઉજવી શકે. કોંગ્રેસ આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે ધાર્મિક પરંપરા અને તહેવારના પાવન વાતાવરણમાં અશાંતિ પેદા કરનારાઓ સામે કોઈપણ પ્રકારની રાહત અપાશે નહીં.
Reporter: admin







