કટક: ઓડિશામાં આવેલા કટક રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાતા રહી છે. કટક રેલવે સ્ટેશનની છત તૂટી પડી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

છત તૂટી પડી હોવાના કારણે ટ્રેન સેવાઓ બંધ કરી દેવાની ફરજ પડી છે.હાલમાં ત્યાં તંત્ર દ્વારા રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. જો કે, અત્યારે કોઈ જાનમાલને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.આ અકસ્માત અંગે વધારે વિગતો આપતા કટકના ડીસીપી ઋષિકેશ ડી. ખિલારીએ કહ્યું કે, કોઈ કારણોસર અમારા કટક રેલવે સ્ટેશન પર કામ ચાલી રહ્યું હતું ત્યારે જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક જૂની દિવાલ પડી ગઈ હતી.જૂના પ્લેટફોર્મને આવરી લેતી છતા તૂટી પડી હતી. આ સમગ્ર ઘટના અંગે અત્યારે આરપીએફ, જીઆરપી, પોલીસ ટીમ, ફાયર બ્રિગેડ તાત્કાલિક બચાવ કાર્ય કરવામાં આવી રહ્યાં છે.રાહત અને સારી વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અત્યારે બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે. મેડિકલની ટીમ અત્યારે ઘાયલ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.સ્થિતિ તો અત્યારે સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે અત્યારે આ લાઇનને બંધ કરી દેવામાં આવી છે. જો કે, તેના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છેમીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સમગ્ર ઘટના સાંજે ચાર વાગ્યાના આસપાસ બની હતી. સ્ટેશનના પુનર્વિકાસ કાર્ય દરમિયાન અચાનક એક જૂની દિવાલ અને બાંધકામ હેઠળની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.જેના કારણે ટ્રેન સેવા પર ખૂબ જ ભારે અસર થઈ રહી છે. જોકે, કોઈ મોટું નુકસાન નથી થયું તે રાહતની વાત છે. જો કે, તંત્ર દ્વારા અત્યારે ટ્રેન સેવાને ફરી સક્રિય કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Reporter: admin







