News Portal...

Breaking News :

વડોદરા મહાનગર દ્વારા ડ્રોન માધ્યમ થી વનીકરણ વૃક્ષારોપણ કાર્યક્રમ

2025-08-04 13:36:42
વડોદરા મહાનગર દ્વારા ડ્રોન માધ્યમ થી વનીકરણ વૃક્ષારોપણ કાર્યક્રમ


વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બીજેપી વડોદરા મહાનગર દ્વારા ડ્રોનની માધ્યમ મધ્યમથી વનીકરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું  હતું.



દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરાના સયાજીબાગ સંકલ્પ ભૂમિની બાજુમાં આવેલવિશ્વામિત્રીના પટ પર દ્રોણ ના મારફતે વણીકરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ તેમજ પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 


હાલનો સમય વરસાદનો હોવાના કારણે વિશ્વામિત્રી વટ પર વૃક્ષો વાવી પર્યાવરણ લક્ષી કાર્ય કરવા હેતુ સાથે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 11 વર્ષ પૂર્ણ હોવાના નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની તેમજ વડોદરા મહાનગર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post