ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે

ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે વડોદરા શહેરના રાજ રાજ માર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજબરોજ ગણપતિની આગમન યાત્રા જોવા મળતી હોય છે ત્યારે વડોદરા શહેર નવા બજાર ખાતે આવેલ કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગતરોજ શ્રીજીની યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આગમન યાત્રા ડભોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી

જેમાં ગણેશ ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. સાથે આ આગમન યાત્રા પ્રતાપ નગર, વિહાર ટોકીઝ, ચોખંડી માંડવી એમ જી રોડ, ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગુહ, નવા બજાર થઈને નીજ મંડળે પહોંચી હતી. જેમાં લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતિશ ભાજી કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયા નારા લગાવ્યા હતા.




Reporter: admin







