આજરોજ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો અંતિમ દિવસ અને આજે શ્રાવણ માસના છેલ્લા અંતિમ દિવસે એ પણ સોમવાર જ્યારે આજે સોમવારથી અમાસ પણ કહેવામાં આવે છે
આજના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ધન ધાન્ય સુખની પ્રાપ્તિ થાય છે અને આજે સોમવતી અમાસના દિવસે મોટો મહિમા હોય છે આજે અમાસના દિવસે પિતૃઓને પૂજન કરવાથી પણ ખૂબ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે જેને લઇને આજે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જોવા મળ્યા અમાસને શ્રાવણ માસના છેલ્લા દિવસે વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે.
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે. આજે શ્રાવણના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપુર ઊમટ્યું છે. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો દર્શને આવી રહ્યા છે. વહેલી સવારથી જ લાંબી કતારોમાં ભાવિકો માજલપુર ખાતે આવેલ કુબેરેશ્વર મહાદેવ દર્શન માટે ઉમટી પડયા હતાં
Reporter: admin