વડોદરા : નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા ૧૧મીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રા વડોદરા શહેર સિધ્ધનાથ મહાદેવ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી સાથે મોટી સંખ્યામાં શિવ ભક્તો સાથે નેતાઓ જોડાયા હતા.
નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણના છેલ્લા 10 વર્ષ થી નવનાથ મહાદેવમાંના એક સિધ્ધનાથ મહાદેવ થી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં 130 કાવડીયાઓની સાથે 1 હજાર ભક્તો જોડાયા. ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે નવનાથ મહાદેવની કાવડયાત્રામાં ઉજ્જૈનના ભગીરથ સ્વામી કાળભૈરવની જ્યોત લઈ જોડાયા.
જ્યારે સમગ્ર શહેરને કાળભૈરવની જ્યોતના દર્શન કર્યા હતા નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના નિરજ જૈને જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સિધ્ધનાથ મહાદેવ ખાતે કાવડયાત્રાની શરૂઆત પહેલા સવારે 7 કલાકે રૂત્વિક જોષી નામનો યુવક શિવતાંડવનું નૃત્ય કરશે. જ્યારે શહેરનો યુવક રોનીત જોષી પોતાની યુનિસાયકલ પર નવનાથની ધજા લઈને આગળ રહેશે તેમ વધુમાં જણાવ્યું હતું.
Reporter: admin